કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાએ આલીશાન ઘર ખરીદ્યુ, કિંમત જાણી હોંશ ઉડી જશે
રિયાલિટી શો લોકઅપ ફેમ અંજલિ અરોરાએ પોતાની કમાણીથી દિલ્હીમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે. અંજલિએ સોશ્યિલ મીડિયા પર ઘર અને હાઉસવોર્મિંગની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ અંજલિએ એક કાર પણ ખરીદી હતી. આ માહિતી તેણે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સમાં અંજલિના આ આલીશાન ઘરની કિંમત લગભગ 4 કરોડ હોવાનું કહેવાય છે. તેના ઘરમાં તમામ સુખ-સુવિધાઓની સાથે અનેક લક્ઝરી વસ્તુઓ રાખવામાં આવી છે.
અંજલિ અરોરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેના પરિવાર સહિત અન્ય લોકો પણ ઘરમાં બેઠા છે. આ સાથે પૂજાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
અંજલિએ તેની પોસ્ટ સાથે તેના ઘરનું નામ પણ જાહેર કર્યું છે. તેણે કેપ્શનમાં જણાવ્યું કે તેના ઘરનું નામ અરોરા હાઉસ છે.
તમને જણાવી દઈએ કે અંજલિની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.
જ્યારે અંજલિ લોકઅપ રિયાલિટી શોમાં ગઈ ત્યારે શોની હોસ્ટ કંગના રનૌત પણ તેના ફોલોઅર્સની સંખ્યા જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
(તમામ તસવીરો અંજલી ઈન્સ્ટાગ્રામ)