Ankita Lokhandeએ પતિ Vicky Jain સાથે બેડરૂમમાંથી ફોટો કર્યા શેર, લોકોએ કપલને કર્યું ટ્રોલ
Vicky Jain Romantic Photos: ટીવીના ફેવરિટ કપલ અંકિતા લોખંડે અને વિકી જૈનના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પતિ વિકી જૈન સાથે તસવીરો શેર કરતી રહે છે.
તાજેતરમાં અંકિતા લોખંડેએ પતિ વિકી જૈન સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. જેની તસવીરો અભિનેત્રીએ 16 જાન્યુઆરી 2023ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
અંકિતા લોખંડે અને વિકી જૈન મકરસંક્રાંતિના અવસર પર રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. તેના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
એક તસવીરમાં અંકિતા લોખંડે તેના પતિના ખોળામાં બેઠેલી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં વિકી જૈન તેની પત્નીને તેના ખોળામાં ઉઠાવીને કિસ કરતો જોવા મળ્યો હતો.
મકરસંક્રાંતિના અવસર પર અંકિતા લોખંડે મરાઠી લૂકમાં જોવા મળી હતી. તેણીએ બ્લેક અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. અંકિતા લોખંડેએ પણ મહારાષ્ટ્રીયન જ્વેલરી પહેરી હતી.
તો બીજી તરફ લોકોએ બંનેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. શો ઓફ કરવા માટે લોકોએ તેઓને ટ્રોલ કર્યા હતા.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.