Arijit Singh Net Worth: કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે અરિજિત સિંહ, નેટવર્થ જાણીને ચોંકી ઉઠશો
Arijit Singh Net worth: બોલિવૂડ સિંગર અરિજિત સિંહ હાલમાં અભિનેતા સલમાન ખાન સાથે પેચ અપ કરવાને કારણે ચર્ચામાં છે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેની લક્ઝરી લાઈફ અને નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના સુરીલા અવાજથી લોકપ્રિય થયેલા અરિજિત સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સિંગરે વર્ષોની મહેનત બાદ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ નામ બનાવ્યું છે.
આજે અરિજિત સિંહનું નામ બી-ટાઉનના ટોપ સિંગર્સની યાદીમાં સામેલ છે. આ જ કારણ છે કે તે હવે કરોડોની સંપત્તિના માલિક છે. પરંતુ કરોડો રૂપિયાના માલિક હોવા છતાં અરિજિતને સાદુ જીવન જીવવાનું પસંદ છે
અરિજિત સિંહની ફીની વાત કરીએ તો તે ફિલ્મના એક ગીત માટે લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલી મોટી ફી લે છે. એટલું જ નહીં, અરિજિત એક લાઈવ કોન્સર્ટ માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
બોલિવૂડના સૌથી વધુ પેઇડ સિંગર અરિજિત સિંહની નેટવર્થ 7 મિલિયન ડોલરથી વધુ છે. એટલે કે સિંગર 55 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે.
એટલું જ નહીં, અરિજીત સિંહ મુંબઈમાં એક આલીશાન ઘરનો માલિક પણ છે. તેની કિંમત પણ કરોડો રૂપિયા છે. આ સિવાય સિંગર પાસે રેન્જ રોવર અને મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર પણ છે.
અરિજિત સિંહ હાલમાં સલમાન ખાન સાથેના પેચ અપને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપતા અભિનેતાએ પોતે કહ્યું કે અરિજિતે તેના માટે ટાઇગર 3 માં પહેલું ગીત આપ્યું છે.