પાર્કમાં બેઠેલી આલિયા ભટ્ટના ફોટો પર અર્જુન કપૂરે આ કોમેન્ટ કરી, વાંચીને હસવું રોકી નહી શકો...
આ દિવસોમાં આલિયા ભટ્ટ તેની પહેલી હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના શૂટિંગ માટે વિદેશ ગઈ છે. શૂટિંગની વચ્ચે અભિનેત્રીએ તેની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં તમે જોઈ શકો છો કે આલિયા શૂટની વચ્ચેથી થોડી નવરાશની પળો લઈને પાર્કમાં એન્જોય કરી રહી છે.
ફોટામાં આલિયા પાર્કમાં એકલી છે અને અલગ-અલગ પોઝ આપીને બાળકની જેમ રમી રહી છે.
ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું, 'બસ મને થોડો સૂર્યપ્રકાશ (સનશાઈન) આપો અને હું મારા માર્ગ પર નિકળી પડીશ'. અભિનેત્રીના આ ફોટા પર અર્જુન કપૂરે ફની કમેન્ટ કરી છે, જેને વાંચીને હસવું નહીં રોકાય.
આલિયાની આ સુંદર તસવીરો પર અર્જુને લખ્યું, 'પરંતુ સનશાઈન મુંબઈમાં છે અને 'લવ રંજન'નું શૂટિંગ કરી રહ્યો છે. સ્વાભાવિક રીતે તમે સમજી જ ગયા હશો કે આ કોમેન્ટમાં અર્જુન આલિયાના પતિ રણબીર કપૂર વિશે વાત કરી રહ્યો છે.