Sunny Leone Controversy: MPમાં Sunny Leoneના ગીતને લઇને વિવાદ, આ અગાઉ અનેક વિવાદોમાં ફસાઇ છે એક્ટ્રેસ
Sunny Leone Controversy: એક્ટ્રેસ સની લિઓન હાલમાં વિવાદમાં ફસાયેલી છે. વાસ્તવમાં ગીત ‘મધુબન મેં રાધિકા નાચેગી’ પર ડાન્સ કરવો સનીને ભારે પડી રહ્યું છે. આ વિવાદીત ગીતને લઇને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. સાથે ચેતવણી આપી છે કે તો ગીતનો વિવાદીત હિસ્સો હટાવવામાં નહી આવે તો કાયદાકીય કાર્યવાહી કરશે. સની આ અગાઉ પણ અનેક વિવાદમાં ફસાઇ ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનીની એક કોન્ડોમની જાહેરખબરને લઇને વિવાદ થયો હતો. ગોવાના એક નેતા ફ્રાન્સિકો સિલ્વેરિયાએ વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારની જાહેરખબરથી ગોવાના લોકોમાં ખરાબ અસર પડી છે.
સનીની સૌથી વધુ ચર્ચાસ્પદ ફિલ્મ રાગિની એમએમએસ-2ને લઇને વિવાદ થયો હતો. ફિલ્મમાં તેણે એક્ટ્રેસ સંધ્યા મૃદુલ સાથે લિપલોક કર્યું હતું.
સનીને કપિલ શર્માએ પોતાના શો પર ગેસ્ટ બનાવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં સની પોતાની ફિલ્મના પ્રમોશન માટે કપિલના શો પર આવવા માંગતી હતી.
થોડા સમય અગાઉ સનીની ડાન્સ કરતી ન્યૂડ તસવીરોને લઇને વિવાદ થયો હતો. અગાઉ આ તસવીરો ફોટોશોપ લાગી હતી પરંતુ બાદમાં ખુલાસો થયો કે આ સનીની જ તસવીરો છે.
નોંધનીય છે કે સનીએ અત્યાર સુધી અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.