Shahrukh Khan જ્યારે ઉદાસ હોય છે તો તેમના ઘરની છત પર જઇને કોની સાથે કરે છે વાત
શાહરૂખ ખાન (Shahrukh Khan) તેમના પુત્ર આર્યન ખાનને લઇને હાલ ખૂબ ચર્ચામાં છે. હજુ તેમનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હજું જેલમાં છે. તેમને જામીન નથી મળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્યન ખાનને લઇને ગૌરા અને શાહરૂખ ખાન પરેશાન છે. થોડા દિવસ પહેલા શાહરૂખ ખાન જેલમાં બંધ તેમના પુત્રને મળવા ગયા હતા. શાહરૂખ ખાને પુત્ર આર્યન સાથે 15 મિનિટ વાત કરી હતી.
જેલમાંથી બહાર આવ્યાં બાદ કિંગ ખાને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. શાહરૂખ ખાને એક ચેટ શોમાં જણાવ્યું હતું કે, તે જ્યારે ખૂબ પરેશાન હોય ત્યારે શું કરે છે.
કિંગ ખાને એક ચેટ શોમાં કહ્યું હતું કે, ‘બહુ બાળપણમાં મારા મા-બાપ મને છોડીને છતાં રહ્યાં હતા પરંતુ તે ઉપરથી હંમેશા પ્રોટેક્ટ કરે છે. મને કોઇ ચિંતા નથી હોતી’
કિંગ ખાને એક ચેટ શોમાં કહ્યું હતું કે, ‘હું જ્યારે પરેશાન હોઉં છું ત્યારે ઘરની છત પર જાઉં છું અને બે તારા પસંદ કરૂ છું, જેમાં એકમાં માને અને બીજામાં પિતાને જોઉં છું અને તેની પાસે દુવા માંગુ છું કે, બધું જ ઠીક કરી દે અને થોડા દિવસમાં બધું જ ઠીક થઇ જાય છે’