Karan Joharથી લઇને Varun Dhawan સુધી, Ayushmann Khurranaની દિવાળી પાર્ટીમાં આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા
પિંક કલરની સાડી પહેરેલી સાન્યા મલ્હોત્રા આયુષ્માનની દિવાળી પાર્ટીમાં સુંદર લાગી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપે રવિવારે રાત્રે મુંબઈમાં ભવ્ય દિવાળી પાર્ટી રાખી હતી જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ જોવા મળી હતી.
આયુષ્માન ખુરાનાની દિવાળી પાર્ટીમાં અભિનેતા રિતેશ દેશમુખ, જેનેલિયા અને અર્પિતા ખાન પણ જોવા મળ્યા હતા.
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ આયુષ્માન ખુરાનાની દિવાળી પાર્ટીમાં લાલ રંગની સાડી પહેરીને મોટી ભેટ સાથે પહોંચી હતી.
અભિનેત્રી કૃતિ સેનન દિવાળી બેશ પાર્ટીમાં સફેદ અને ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.આ ફોટોમાં કૃતિ સેનન અને રકુલ પ્રીત સિંહ આયુષ્માનની દિવાળી સેલિબ્રેશન વચ્ચે એકસાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
આયુષ્માન ખુરાનાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડ એક્ટર વરુણ ધવન પત્ની નતાશા સાથે પહોંચ્યો હતો.
અભિનેતા રાજકુમાર રાવ પત્ની પત્રલેખા સાથે ટ્રેડિશનલ લુકમાં પોઝ આપતા જોવા મળે છે.
આ ફોટોમાં કૃતિ સેનન અને રકુલ પ્રીત સિંહ આયુષ્માનની દિવાળી સેલિબ્રેશન વચ્ચે એકસાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
અભિનેતા ગજરાજ રાવ પણ આયુષ્માન ખુરાનાની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આયુષ્માન ખુરાનાની પાર્ટીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ફિલ્મ નિર્માતા કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને અનન્યા પાંડે દિવાળી બેશમાં સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.