Tumse Na Ho Payega ના સ્ક્રીનિંગ પર પહોંચ્યા અનન્યા પાંડેથી લઇને વિદ્યા બાલન સુધીના સ્ટાર્સ, 29 સપ્ટેમ્બરે ફિલ્મ થશે સ્ટ્રીમ
Tumse Na Ho Payega Screening: ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'તુમસે ના હો પાયેગા' સ્ટ્રીમ કરવામાં આવે તે પહેલાં ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડ જગતના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિઝની પ્લસ હોટસ્ટારે નવા ઓરિજિનલ 'તુમસે ના હો પાયેગા'ની એનાઉસમેન્ટ કરી હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે ફિલ્મ 29મી સપ્ટેમ્બરે સ્ટ્રીમિંગ માટે તૈયાર છે. તુમસે ના હો પાયેગા ફિલ્મમાં ઈશ્વાક સિંહ, મહિમા મકવાણા અને ગૌરવ પાંડે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'તુમસે ના હો પાયેગા' સ્ટ્રીમ કરવામાં આવે તે પહેલાં ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડ જગતના મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.
વિદ્યા બાલને પણ 'તુમસે ના હો પાયેગા'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળી હતી. વિદ્યાએ આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સ્ક્રીનિંગ દરમિયાન વિદ્યા બાલને 'તુમસે ના હો પાયેગા' એક્ટર ઈશ્વાક સિંહ સાથે પણ પોઝ આપ્યો હતો. આ ફિલ્મમાં ઈશ્વાક સિંહ ગૌરવ નામના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે
આયુષ્માન ખુરાના તેની પત્ની સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. આયુષ્માન તેની પત્ની સાથે ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યો હતો.
ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેએ પણ તુમસે ના હો પાયેગાના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે યલો કલરના ટોપ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી.
અનન્યા પાંડેનો કથિત બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો.
ફુકરે ફેમ મનજોત સિંહ પણ ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહ્યો હતો. મનજોતની ફિલ્મ ફુકરે 3 આ મહિનાની 28 તારીખે થિયેટર્સમાં રિલીઝ માટે તૈયાર છે.