Kanika Kapoor Wedding Photos: લગ્નના બંધનમાં બંધાયા કનિકા કપૂર અને ગૌતમ, જુઓ લગ્નની તસવીરો
બોલિવૂડ સિંગર કનિકા કપૂરે બિઝનેસમેન ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. લંડનમાં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકનિકા કપૂરે લગ્ન પહેલાની મહેંદી સેરેમની અને અન્ય ઈવેન્ટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
લગ્નની તસવીરોમાં કનિકા કપૂર ખૂબ સુંદર લાગી રહી છે. ગૌતમે લાઇટ પિંક કલરની શેરવાની પહેરી છે જેમાં તે ખૂબ હેન્ડસમ લાગી દેખાઇ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ NRI Raj Chandok સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેના નામ અયાના, સમારા અને યુવરાજ છે. સિંગરે 2012 માં તેના પતિથી છૂટાછેડા લીધા અને પછી સંગીતને તેની કારકિર્દી બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરના આ બીજા લગ્ન છે. અગાઉ કનિકાએ NRI Raj Chandok સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે. જેના નામ અયાના, સમારા અને યુવરાજ છે. સિંગરે 2012 માં તેના પતિથી છૂટાછેડા લીધા અને પછી સંગીતને તેની કારકિર્દી બનાવી હતી.
દસ વર્ષ બાદ કનિકા કપૂર ફરી લગ્નના બંધનમાં બંધાઈ હતી. તે ગૌતમ સાથે તેની બીજી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહી છે.
કનિકા કપૂરના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર તેના લગ્નનો એક વીડિયો પણ ટ્રેન્ડ થયો છે. જોકે, કનિકાએ હજુ સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કર્યા નથી. તાજેતરમાં જ મહેંદી સેરેમનીના ઘણા ફોટા શેર કરવામાં આવ્યા હતા.
કનિકા કપૂર
કનિકા કપૂર