ભોજપૂરી સ્ટાર મોનાલિસાનો ગ્લેમરસ લૂક વાયરલ, ફેન્સ બોલ્યા-‘ગોલ્ડન ક્વીન’
ભોજપૂરી સ્ટાર મોનાલિસાનો ગ્લેમરસ લૂક વાયરલ, ફેન્સ બોલ્યા-‘ગોલ્ડન ક્વીન’
મોનાલિસા
1/6
Bhojpuri Actress monalisa: ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા તેની સ્ટાઈલ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ગોલ્ડન કલરના આઉટફિટમાં ખૂબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે.
2/6
આ તસવીરો શેર કરતી વખતે, મોનાલિસાએ લખ્યું, "Glitter & Gold", જે તેના લુકને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. તેના ચાહકો આ અંદાજ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રીની તસવીરો પર ફેન્સ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
3/6
મોનાલિસાની આ પોસ્ટ પર થોડા જ કલાકોમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ આવી છે. એક યુઝરે લખ્યું કે, તમારી સુંદરતા દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે, અન્ય એક ચાહકે કહ્યું, " ગ્લેમરસ અવતારમાં એકદમ પરફેક્ટ છે."
4/6
મોનાલિસા માત્ર ભોજપુરી ઈન્ડસ્ટ્રી સુધી મર્યાદિત નથી, પરંતુ તે બિગ બોસ 10 અને ઘણા હિન્દી ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે અને તે ઘણીવાર તેના સ્ટાઇલિશ લુકથી લોકોને પ્રભાવિત કરે છે.
5/6
ફેન્સ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે.મોનાલિસા પોતાની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી ફેન્સ વચ્ચે સતત ચર્ચામાં રહે છે.
6/6
હાલ તો મોનાલિસાના નવા લૂક સોશિયલ મીડિયામાં આગ લગાવી દિધી છે. ફેન્સ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
Published at : 31 Mar 2025 06:45 PM (IST)