બિગ બોસે બદલ્યું આયેશા ખાનનું નસીબ, 'ધુરંધર' સહિત આ ફિલ્મોમાં કર્યું કામ

Ayesha Khan Career: બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ખાન આજે સોશિયલ મીડિયા પર એક જાણીતો ચહેરો બની ગઈ છે. લોકો તેની સુંદરતાથી મોહિત છે. અભિનેત્રી આયેશા ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામા રહે છે.

Continues below advertisement

Ayesha Khan

Continues below advertisement
1/7
Ayesha Khan Career: બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ખાન આજે સોશિયલ મીડિયા પર એક જાણીતો ચહેરો બની ગઈ છે. લોકો તેની સુંદરતાથી મોહિત છે. અભિનેત્રી આયેશા ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામા રહે છે. ચાહકો તેની દરેક સ્ટાઈલને પસંદ કરે છે. બિગ બોસમાં આવ્યા પછી અભિનેત્રીએ વ્યાપક ધ્યાન ખેંચ્યું અને હવે તે ફિલ્મોમાં પણ ધૂમ મચાવી રહી છે.
2/7
આયેશા ખાને 2020માં ટીવી શો 'કસૌટી જિંદગી કી'માં જૂનિયર કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
3/7
ત્યારબાદ આયેશાએ બાલવીર રિટર્ન્સમાં બિરબાની ભૂમિકા ભજવી હતી, જેનાથી તેણીને વધુ ઓળખ મળી હતી.
4/7
આયેશા 2023માં રિયાલિટી શો બિગ બોસ 17 માં દેખાઈ હતી. શોમાં આવ્યા પછી આયેશાને ખૂબ જ લોકપ્રિયતા મળી અને તેની કારકિર્દીએ એક નવો વળાંક લીધો.
5/7
ટીવી શો ઉપરાંત તેણીએ તેલુગુ ફિલ્મ ગેંગ્સ ઓફ ગોદાવરી ના ગીત "મોથા" માટે મ્યુઝિક વીડિયોમાં પણ ખાસ ભૂમિકા ભજવી હતી.
Continues below advertisement
6/7
આ વર્ષે તેણીએ ફિલ્મ "ધુરંધર" ના "શરારત" ગીતમાં તેણીના જબરદસ્ત પરફોર્મથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.
7/7
આયેશા તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ "કિસ કિસ કો પ્યાર કરું 2" માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણીએ કપિલ શર્માની પત્નીની ભૂમિકા ભજવી હતી. તેણીના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આયેશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તેણીના ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયન ફોલોઅર્સ છે, જ્યાં તે વારંવાર પોતાના અદભુત ફોટા શેર કરે છે.
Sponsored Links by Taboola