Bigg Boss OTT 2: ક્યારેય સલમાન ખાનના ભાઇના પ્રેમમાં દિવાની હતી Bigg Boss OTT 2ની આ સ્પર્ધક

Life: 90ના દાયકાની અભિનેત્રી પૂજા ભટ્ટ હાલમાં બિગ બોસ OTT 2માં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને અભિનેત્રીના જીવનની જાણકારી આપી રહ્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Life: 90ના દાયકાની અભિનેત્રી પૂજા ભટ્ટ હાલમાં 'બિગ બોસ OTT 2'માં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને અભિનેત્રીના જીવનની જાણકારી આપી રહ્યા છે.
2/8
પૂજા ભટ્ટે 90ના દાયકામાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા હતા. અભિનેત્રી તેના વ્યવસાયિક જીવનની સાથે તેના અંગત જીવન માટે ઘણી ચર્ચામાં રહેતી હતી.
3/8
તેના અને રણવીર શૌરીના સંબંધો વિશે તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમયે અભિનેત્રી સલમાન ખાનના ભાઈના પ્રેમમાં પણ હતી.
4/8
હા, અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનની. આ તે સમયની વાત છે જ્યારે સોહેલના લગ્ન થયા ન હતા. પછી તે પૂજાને મળ્યો અને ટૂંક સમયમાં આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા.જે બાદ પૂજા ભટ્ટે સ્ટારડસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં આ સંબંધ પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, "તે અને સોહેલ લગ્ન કરવા માંગતા હતા."
5/8
જે બાદ પૂજા ભટ્ટે સ્ટારડસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં આ સંબંધ પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, "તે અને સોહેલ લગ્ન કરવા માંગતા હતા."
6/8
પરંતુ તે સમયે સોહેલ ડિરેક્ટર તરીકે પોતાનું કરિયર શરૂઆત કરવા માંગતા હતા. અને હું ઈચ્છતી હતી કે તે લગ્ન પહેલા થોડા વર્ષો સુધી તેમાં કામ કરી લે. કારણ કે અમે બંને એકસાથે સારું જીવન પસાર કરવા માંગતા હતા, સામાન્ય નહીં.
7/8
પૂજાથી અલગ થયા પછી સોહેલ ખાને વર્ષ 1998 માં સીમા ખાન સાથે લગ્ન કર્યા. પરંતુ થોડા સમય પહેલા આ બંન્ને પણ અલગ થઇ ગયા હતા.
8/8
પૂજાની વાત કરીએ તો તેણે બિઝનેસમેન મનીષ મખીજા સાથે લગ્ન કર્યા. પરંતુ તેની સાથે પૂજાનો સંબંધ પણ લાંબા સમય સુધી ચાલ્યો નહીં અને વર્ષ 2011માં ડિવોર્સ થઇ ગયા હતા
Sponsored Links by Taboola