Aarti Chabria B'day: ત્રણ વર્ષની ઉંમરમાં શરૂ કર્યું કરિયર, ફોટોમાં જુઓ કેટલી બદલાઇ આરતી છાબડિયા
મુંબઈઃ મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ આરતી છાબડિયાએ 3 વર્ષની ઉંમરથી જ જાહેરાતની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આજે આરતી તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરતી છાબરિયાનો જન્મ 21 નવેમ્બર 1982ના રોજ થયો હતો. આરતીએ 3 વર્ષની ઉંમરથી જાહેરખબરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
આરતીએ પહેલા પ્રેસ એડ માટે શૂટ કર્યું હતું. આ પછી તે જાહેરાતની દુનિયામાં ફેવરિટ બની ગઈ હતી.
આરતીએ મેગી, પેપ્સોડન્ટ, અમૂલ, ક્રેક ક્રીમ, એલએમએલ, નિરમા જેવી ઘણી બ્રાન્ડની જાહેરખબરો કરી છે. આરતીએ 300 થી વધુ જાહેરાતો શૂટ કરી છે.
વર્ષ 1999માં આરતીએ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનો ખિતાબ જીત્યો હતો. આ પછી તે સુખવિંદર સિંહના મ્યુઝિક આલ્બમ 'નશા હી નશા'માં જોવા મળી હતી.
અનેક મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યા બાદ આરતીએ વર્ષ 2001માં 'તુમ સે અચ્છા કૌન હૈ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અક્ષય કુમાર સાથે તેની ફિલ્મ 'આવારા પાગલ દિવાના'માં તેનું કામ પસંદ કરવામાં આવ્યું હતું.
આ પછી તે 2011માં 'ખતરો કે ખિલાડી'ની વિનર બની હતી. આ પછી આરતીએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
2019માં આરતીએ ઓસ્ટ્રેલિયા સ્થિત CA અને ટેક્સ કન્સલ્ટન્ટ વિશારદ બીડેસી સાથે લગ્ન કર્યા હતા.
આરતી હવે ફિલ્મ નિર્માણની દુનિયામાં વ્યસ્ત છે. આ સાથે તેણે પોતાનો ઓનલાઈન કોચિંગ પ્રોગ્રામ પણ ચલાવ્યો છે.