Birthday Special: લગ્ન વિના માતા બની હતી એમી જેક્સન, દીકરાના જન્મ બાદ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Amy Jackson Birthday: પોતાની બોલ્ડનેસ માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન તેનો 32મો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહી છે. એમી વિદેશી મૉડલ છે, પણ બૉલીવૂડ અભિનેત્રી પણ બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App31 જાન્યુઆરી 1992ના રોજ જન્મેલી એમી જેક્સને બોલિવૂડ સિવાય સાઉથ સિનેમામાં પણ પોતાનો અભિનય બતાવ્યો છે. એમીએ માત્ર 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું.
એમી જેક્સને ફિલ્મ ‘એક દીવાના થા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેનું નામ પ્રતિક બબ્બર સાથે જોડાયું. બંનેએ એકબીજાના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જોકે, થોડા સમય પછી તેઓનું બ્રેકઅપ થઈ ગયું.
2013 દરમિયાન એમીનું નામ ચેમ્પિયન બોક્સર જોય સેલકિર્ક સાથે જોડાયું હતું. આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
2019 માં ચર્ચાઓ શરૂ થઈ કે તેણે બાળકને જન્મ આપ્યો. એમીએ ત્યાં સુધી લગ્ન કર્યા ન હતા. તેમના પુત્ર એન્ડ્રિયાઝના જન્મ પછી એમીએ જ્યોર્જ સાથે લગ્ન કર્યા હતા.
એમીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તેણે 2009માં મિસ ટીન વર્લ્ડ કોમ્પિટિશન, મિસ ટીન લિવરપૂલ અને મિસ ટીન ગ્રેટ બ્રિટનનો ખિતાબ જીત્યો હતો.
ફિલ્મોની સાથે એમી જેક્સન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે