Stars OTT Career: વેબ સિરીઝમાં કામ કર્યા બાદ આ સિતારાઓના કરિયરે ભરી નવી ઉડાન...
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિષેક બચ્ચન પોતાના પિતાની બરાબરી કરી શક્યો નથી. તેની ફિલ્મોમાં ક્યારેય તેનું મોટું નામ થયું હોય તેવુ જોવા નથી મળ્યું, પરંતુ વેબ સિરીઝ 'બ્રેથ: ઇનટુ ધ શેડોઝ' દ્વારા OTTની દુનિયામાં પ્રવેશતાની સાથે જ અભિષેકનું નામ છવાઈ ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંકજ ત્રિપાઠીને આજે કોઈ ઓળખની જરુર નથી. તેમણે મોટા પડદાની સાથે-સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઘણું નામ કમાવ્યું છે. તેમણે વર્ષ 2004માં જ ફિલ્મોમાં ડેબ્યુ કરી લીધું હતું. પરંતુ વેબ સિરીઝ મિર્ઝાપુર પછી તેમની કારકિર્દીએ નવી ઉડાન ભરી.
OTT એ 'પંચાયત'ના સચિવજી ઉર્ફે જિતેન્દ્ર કુમારની કારકિર્દીમાં પણ મોટી ભૂમિકા ભજવી છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ પંચાયતે તેમને જે ખ્યાતિ આપી તે તેમને મોટા પડદા પર ભજવવામાં આવેલી ફિલ્મોના પાત્રો આપી શક્યા નથી.
અભિનેતા શરમન જોશીએ પણ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેમને તે ઓળખ મળી ન હતી જેના તેઓ હકદાર હતા. તે ઓટીટીની વેબ સિરીઝ બારિશમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો અને તેની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.
ફિલ્મ 'બરસાત'થી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર બોબી દેઓલ ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. OTT પ્લેટફોર્મને કારણે તેની કારકિર્દીને વેગ મળ્યો છે. વેબ સિરીઝ આશ્રમમાં બોબી દેઓલે કરેલા બાબા નિરાલાનું પાત્રન ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.
OTTની દુનિયામાં પ્રવેશ્યા બાદ રઘુબીર યાદવને પણ ઓળખ મળી છે. ફિલ્મોમાં, તેમણે ઘણી સહાયક ભૂમિકાઓ કરી, પરંતુ તેમની કારકિર્દી ડિજિટલ પ્લેટફોર્મ પર જ આગળ વધી છે. પંચાયત જેવી સિરીઝમાં તેમની એક્ટિંગના ઘણા વખાણ થયા છે.
અભિનેત્રી રસિકા દુગ્ગલ 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. આ દરમિયાન તેની કેટલીક ભૂમિકાઓના વખાણ પણ થયા પણ તેને નામ-ઓળખ ન મળી. ત્યારબાદ ઓટીટી પર મિર્ઝાપુરમાં બિના ત્રિપાઠીની ભૂમિકાએ તેનું નસીબ ચમકાવ્યું છે.