Sanjay Dutt Birthday: આ બ્લોકબસ્ટર ફિલ્મોને રિજેક્ટ કરી ચૂક્યો છે સંજય દત્ત, લીસ્ટમાં બહુબલી પણ છે સામેલ
બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 'ખલનાયક' ફિલ્મથી બોલિવૂડમાં લાઈમલાઈટમાં આવેલા સંજય દત્તે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક રીતે જોઈએ તો જ્યાં તેમના જમાનાના સ્ટાર્સ હવે દેખાતા નથી ત્યાં સંજય દત્ત આ ઉંમરે પણ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યો છે. હાલમાં જ રિલીઝ થયેલી શમશેરા ભલે ફ્લોપ રહી હોય, પરંતુ તેની પહેલા ફિલ્મ KGF2 બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. પરંતુ આજે અમે તમને સંજયની હિટ કે ફ્લોપ ફિલ્મો વિશે નહીં પરંતુ એવી ફિલ્મો વિશે જણાવવાના છીએ જેને સંજય દત્તે રિજેક્ટ કરી હતી. આમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિર્માતાઓએ અગાઉ અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ખુદા ગવાહ માટે સંજય દત્તનો સંપર્ક કર્યો હતો. નિર્માતાઓ ઇચ્છતા હતા કે તે ફિલ્મમાં નાગાર્જુન અક્કીનેનીનો રોલ કરે. પરંતુ એવું કહેવાય છે કે સંજય દત્ત અમિતાભ બચ્ચન સામે સેકન્ડ લીડ કરવા માંગતા ન હતા, તેથી તેમણે ફિલ્મ નકારી દીધી.
દિગ્દર્શક 1983માં જેકી શ્રોફ અને મીનાક્ષી અભિનીત સુભાષ ઘાઈની ફિલ્મ હીરોમાં સંજય દત્તને કાસ્ટ કરવા માંગતા હતા. રિપોર્ટ્સનું માનીએ તો સંજય દત્તે સુભાષ ઘાઈની હીરો ફિલ્મને નકારી કાઢી હતી.
પ્રેમગ્રંથ માટે નિર્માતાઓએ સૌથી પહેલાફિલ્મના હીરો માટે સંજય દત્તનો સંપર્ક કર્યો હતો. પરંતુ જેલમાં હોવાને કારણે તે આ ફિલ્મનો ભાગ બની શક્યો ન હતો.
આ યાદીમાં પ્રભાસ અને રાણા દગ્ગુબાતી અભિનીત ફિલ્મ બાહુબલીનું નામ પણ સામેલ છે. કહેવાય છે કે આ ફિલ્મના નિર્માતાઓએ સૌથી પહેલા કટપ્પાના રોલ માટે સંજય દત્તનો સંપર્ક કર્યો હતો. પરંતુ વાત બની નહીં.
સંજય દત્તને નિર્માતાઓએ અગાઉ જેકી શ્રોફ, અનિલ કપૂર અને શાહરૂખ ખાનની ફિલ્મ ત્રિમૂર્તિમાં કાસ્ટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની સાથે ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ પણ પૂર્ણ થયું હતું. બાદમાં તે કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગયો અને જેના કારણે તેની જગ્યાએ અનિલ કપૂરને લેવામાં આવ્યો.