Bhagyashree PHOTO: ઈન્ડિયન આઉટફીટમાં અપ્સરા લાગે છે ભાગ્યશ્રી, જુઓ સુંદર તસવીરો
Bhagyashree PHOTO: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રી (49)ને કોણ ભૂલી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન અને બાળકોની દેખરેખમાં વ્યસ્ત હોવાને કારણે ભલે ભાગ્યશ્રીએ ફિલ્મોથી અંતર રાખ્યું હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી છે.
ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
શાનદાર અભિનેત્રી હોવા છતાં ભાગ્યશ્રી ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહી હતી.
ભાગ્યશ્રીને છેલ્લીવાર ટેલિવિઝન સીરિઝ 'લૌટ આઓ ત્રિષા'માં જોવામાં આવી હતી. ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માટે ભાગ્યશ્રીને 'લક્સ ન્યૂ ફેસ ઓફ ધ ઇયર' અને 'બેસ્ટ ફિમેલ ડેબ્યૂ'ના બે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે, તે હંમેશા માટે યુવાન બની રહેવાનું રાજ 'મનની શાંતિ' અને આનંદ છે. તે નિયમિત યોગા અને એક્સરસાઇઝ પણ કરે છે.