Dia Mirza Photo: સિમ્પલ લુકમાં દિયા મિર્ઝાએ જીત્યું ચાહકોનું દિલ
Dia Mirza Photo: અભિનેત્રી દિયા મિર્ઝા પોતાની સુંદરતા અને સ્મિતથી ચાહકોનું દિલ જીતી લે છે. આજકાલ તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેના ચાહકોની યાદી લાંબી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિયા મિર્ઝા એ સેલિબ્રિટીઓમાંથી એક છે જેમણે બોલિવૂડમાં પોતાની એન્ટ્રી સાથે પોતાની છાપ છોડી. લોકો આજે પણ તેની સ્મિત અને સુંદરતાના દિવાના છે.
તેણે પોતાની સફરની શરૂઆત એક બ્યુટી કોન્ટેસ્ટથી કરી હતી. તે વર્ષ 2000માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર-અપ રહી હતી અને પછી તે જ વર્ષે મિસ એશિયા પેસિફિકનો ખિતાબ જીત્યો હતો.
તેણે 'રહેના હૈ તેરે દિલ મેં' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. આમાં તે આર માધવન સાથે જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી.
દિયા મિર્ઝાએ તેની કારકિર્દી દરમિયાન દમ, દિવાનાપન, તુમકો ના ભૂલ પાયેંગે, પરિણીતા, દસ, લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
દિયા મિર્ઝા છેલ્લે અનુભવ સિન્હાની થપ્પડ અને વેબ સિરીઝ કૉલ માય એજન્ટ, બૉલીવુડમાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે તેની આગામી ફિલ્મ 'ભીડ'માં કામ કરી રહી છે.
દિયા મિર્ઝા આ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ એક્ટિવ નથી, પરંતુ સોશિયલ વર્કર તરીકે ખૂબ જ એક્ટિવ છે.
દિયા મિર્ઝાએન માત્ર કેન્સર અને એચઆઈવી વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે, પરંતુ સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા માટે પણ કામ કર્યું છે.(All Photos-Instagram)