Bollywood Actress Luxury Cars: બોલિવૂડની આ એક્ટ્રેસ છે લક્ઝરી કારની શોખીન
પ્રિયંકા ચોપરા જોનાસ શોખ પુરો કરવા લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતા અચકાતી નથી. આપણે બધા જાણીએ છીએ કે બી-ટાઉન સ્ટાર્સ મોંઘા વાહનોના શોખીન હોય છે. પ્રિયંકા ચોપરાને પણ લક્ઝરી કારનો શોખ છે. તેની પાસે રેન્જ રોવર ગોસ્ટ અને BMW મેડ 6.6L પણ છે. GOST કારની કિંમત લગભગ 5 કરોડ 65 લાખ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ પાસે BMW 7 સિરીઝ અને Audi Q7 છે. આ સિવાય આલિયા પાસે રેન્જ રોવર પણ છે. આલિયા ઘણી વખત તેના મોંઘી કારમાં સવાર થઇને ફરવા નીકળે છે.
કેટરિના કૈફ પણ આ લિસ્ટમાં પાછળ નથી. કેટરીના કૈફે 2020માં પોતાને રેન્જ રોવર વોગ ભેટમાં આપી હતી. કેટરીનાની આ કારની કિંમત 2 કરોડ 37 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
દીપિકા પાદુકોણ પાસે મર્સિડીઝ બેન્ચ S500 છે જેની કિંમત 1 કરોડ 67 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય દીપિકા પાદુકોણ પાસે Audi Q7, Audi A8 L, Mini Cooper કનવર્ટિબલ અને BMW 5-સિરીઝની સેડાન પણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીના પાસે રેન્જ રોવર સ્પોર્ટ છે જેની કિંમત 1.56 કરોડ રૂપિયા છે. આ સિવાય બેબો પાસે મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ, ઓડી Q7 અને BMW 7-સિરીઝ પણ છે.