Sanya Malhotra Pics: 'હિટઃ ધ ફર્સ્ટ કેસ'ના ટ્રેલર લોન્ચ પર પહોંચી સાન્યા મલ્હોત્રા
બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક્ટિંગથી બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. સાન્યા મલ્હોત્રા ઘણા બધા ફોટોશૂટ કરાવે છે. જો કે, આ વખતે અભિનેત્રી પાપારાઝીના કેમેરામાં ક્લિક થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં સાન્યા મલ્હોત્રા તેની આગામી ફિલ્મ 'હિટઃ ધ ફર્સ્ટ કેસ' ને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં સાન્યા સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. બંને સ્ટાર્સ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
ઇવેન્ટમાંથી બહાર નીકળતી વખતે સાન્યાએ તસવીરો ક્લિક કરાવી હતી.
સાન્યા મલ્હોત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બીજી તરફ, રાજકુમાર રાવ સફેદ શર્ટ બ્લેક પેન્ટ સાથે પ્રિન્ટેડ જેકેટમાં જોવા મળ્યો હતો.
આ ફિલ્મ આ એક સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં રાજકુમાર રાવ પોલીસ ઓફિસર વિક્રમનો રોલ કરી રહ્યો છે.
સાન્યા મલ્હોત્રાએ રાજકુમાર રાવની પ્રેમિકાની ભૂમિકા ભજવી છે. બંને પ્રથમવાર 'લુડો'માં જોવા મળ્યા હતા.
હાલમાં સાન્યા મલ્હોત્રાની સુંદર સ્ટાઈલ લોકોને દિવાના બનાવી રહ્યા છે.