Sharvari Wagh Photo: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનમાં શર્વરી વાઘનો જોવા મળ્યો ક્લાસી અંદાજ
Sharvari Wagh Photo: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનના બીજા દિવસે ફિલ્મી દુનિયાના સ્ટાર્સ જોવા મળ્યા હતા. શાહરૂખથી લઈને દીપિકા, પ્રિયંકા અને શર્વરીએ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી.
શર્વરી વાઘ
1/8
Sharvari Wagh Photo: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનના બીજા દિવસે ફિલ્મી દુનિયાના સ્ટાર્સ જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન, સલમાન ખાનથી લઈને દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, શર્વરી વાઘેએ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. જ્યારે NMACC ના લોન્ચિંગ વખતે Zendaya, Gigi Hadid થી Penelope Cruz સુધીની હોલીવુડની હસ્તીઓ હાજર રહી હતી.
2/8
જ્યારે NMACC ના લોન્ચિંગ વખતે ઝેન્ડયા, ગીગી હદીદથી પેનલોપ ક્રુઝ સુધીની હોલીવુડની હસ્તીઓએ હાજર રહી હતી.
3/8
NMACC ગાલામાં આ સ્ટાર્સનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. જાન્હવી કપૂરથી લઈને આલિયા ભટ્ટ, કૃતિ સેનન, કાજોલ સુધીની મોટાભાગની અભિનેત્રીઓ ડિઝાઈનરના ભારે ભરતકામવાળા પોશાક પહેરેલી જોવા મળી હતી. સાથે જ આ ગાલા ઈવેન્ટમાં સામેલ શર્વરી વાઘ એકદમ અલગ અંદાજમાં જોવા મળી.
4/8
શર્વરી વાઘે અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી રફલ્ડ ટ્યૂલે સાડી પસંદ કરી હતી.
5/8
બીજી તરફ શર્વરી આ સાડી અને પર્લ બ્લાઉઝમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
6/8
શર્વરીએ સોશિયલ મીડિયા પર તેના લુકની તસવીરો પણ શેર કરી છે.
7/8
શરવરી હંમેશા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.
8/8
અભિનેત્રી શર્વરી વાઘે ગયા વર્ષે બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ગત રોજ તે મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો.
Published at : 02 Apr 2023 10:11 PM (IST)
= 8">