Bollywood : અનુષ્કાની થનારી ભાભીએ પણ કરવો પડેલો ભારે સંઘર્ષ, દિવસો સુધી નહોતુ મળ્યું કામ
વર્ષ 2020 માં ઝૂમ કોલ પર ગલ્ફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તૃપ્તિએ કહ્યું હતું કે, એક્ટર બનવા માટે તમારે ધીરજ રાખવી પડશે. નહીં તો તમારી બેગ પેક કરો અને ઘરે જાઓ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિમરીના પરિવારનો બોલિવૂડ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તે બહારનો વ્યક્તિ છે. તેણે 2017માં 'પોસ્ટર બોયઝ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેના એક વર્ષ પછી 'લૈલા મજનુ'
તેણીએ કહ્યું, 'લૈલા મજનુ'ની રિલીઝના એક અઠવાડિયા પહેલા હું શાકમાર્કેટમાં ઊભી રહીને વિચારતી હતી કે તેની રિલીઝ પછી હું એટલી લોકપ્રિય થઈ જઈશ કે હું શાકભાજી ખરીદી શકીશ નહીં કારણ કે ચાહકો મને ઓળખશે. પરંતુ એવું કંઈ થયું નહીં અને કોઈએ ફિલ્મ વિશે વાત પણ કરી નહીં.
તૃપ્તિ કહે છે કે મેં છ-સાત મહિના રાહ જોઈ અને લાંબા સમય સુધી કોઈ ઑફર આવી નહીં. હું માત્ર રાહ જોઈ રહી હતી... એવા દિવસો પણ ગયા જ્યારે હું જાગી ગઈ હોય અને વિચારવા લાગી હોય કે મારા આ દિવસોનું શું કરવામાં આવે? રાહ જોવા સિવાય બીજું કંઈ જ નહોતું.
તૃપ્તિ કહે છે કે આખરે તેની રાહ અને મહેનત રંગ લાવી. 'બુલબુલ' અભિનેત્રી અનુષ્કા શર્મા દ્વારા સહ-નિર્માતા છે અને અન્વિતા દત્ત દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મે તૃપ્તિ દિમરીને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે.
આ ફિલ્મથી તૃપ્તિ ડિમરીને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી છે અને તે આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ડિમરીએ કહ્યું, “જો તમે મુંબઈમાં તમારા મિત્રો કે પરિવાર સાથે ન રહેતા હોવ તો વસ્તુઓ મુશ્કેલ બની શકે છે. જ્યારે તમે તમારા અન્ય મિત્રોને કામ પર જતા જોશો અને તમે મોટાભાગનો સમય બેકાર અનુંભવતા હોવ તો તે બાબત વધારે નિરાશાજનક બની જાય છે. પરંતુ મેં એ વખતે સમયનો ઉપયોગ એક અભિનેતા તરીકે મારી જાત પર કામ કરવા માટે કર્યો અને તે સફળ થઈ.
તૃપ્તિ ડિમરીએ પણ સોશિયલ મીડિયા પર તેના પ્રેમ સંબંધની જાહેરાત કરી છે.'બુલબુલ' અભિનેત્રી બોલિવૂડની હિરોઈન અનુષ્કા શર્માના ભાઈને ડેટ કરી રહી છે. તૃપ્તિએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મમેકર કર્ણેશ શર્મા સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરીને તેના કથિત અફેરના સમાચારની પુષ્ટિ કરી છે.