અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સગાઇ સમારોહમાં આ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા
Bollywood Celebs At Anant-Radhika Engagement: બોલિવૂડ સેલેબ્સે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય સગાઈ સમારોહમાં હાજરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનંત અંબાણી અને રાધિકાની સગાઈમાં બોલિવૂડ અને બિઝનેસ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા.અંબાણી અને રાધિકાની સગાઈ સેરેમનીની તસવીરો વાયરલ થઇ રહી છે.
અભિનેતા વરુણ ધવન તેની પત્ની નતાશા દલાલ સાથે ફંક્શનમાં પહોંચ્યો હતો.
આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ પણ ચમકદાર ગોલ્ડન સાડીમાં સગાઈ સમારોહમાં પહોંચી હતી.
કિરણ રાવે સાડી પર બ્લેઝર પહેરીને તેણે ફંક્શનમાં તેના આઉટફિટને ઈન્ડો-વેસ્ટર્ન ટચ આપ્યો હતો.કિરણ રાવ એકલી જ ફંક્શનમાં પહોંચી હતી.
આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ પણ ચમકદાર ગોલ્ડન સાડીમાં સગાઈ સમારોહમાં પહોંચી હતી. અભિનેત્રી સારા અલી ખાને સફેદ શરારા-સૂટમાં ફંક્શનમાં હાજરી આપી હતી.
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ફંક્શનમાં અનિલ અંબાણી અને નીતા અંબાણી પણ ટ્રેડિશનલ લુકમાં કપલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
અભિનેતા જાવેદ જાફરીના પુત્ર મીઝાન જાફરી પણ અનંત અને રાધિકાની સગાઈ સમારોહમાં પહોચ્યો હતો
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ગ્રીન કલરના અનારકલી સૂટમાં પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી.
માતા-પુત્રીની જોડીએ પાપારાઝીને પોઝ આપ્યા હતા.