Bollywood Celebs Breakup: શાહિદ-કરીના થી લઈ જોન-બિપાશા સુધી, બ્રેકઅપ બાદ પડદા પર સાથે નથી જોવા મળ્યા આ સિતારા
Bollywood Celebs Breakup: બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિલ્મો અને તેમની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. બીજી તરફ, આજે અમે તમને બોલિવૂડના કેટલાક એવા કપલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બ્રેકઅપ પછી ક્યારેય એકબીજા સાથે સ્ક્રીન પર જોવા મળ્યા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App90 ના દાયકામાં, રવિના ટંડન અને અક્ષય કુમાર તેમની ઓન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન લવ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં હતા, પરંતુ બ્રેકઅપ પછી, બંને ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે દેખાયા નથી.
અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાવાના હતા, જોકે કેટલાક કારણોસર આમ થઈ શક્યું ન હતું. જે બાદ બંને રિયલ લાઈફની સાથે સાથે ફિલ્મોમાં પણ એકબીજાથી દૂર થઈ ગયા હતા.
આ યાદીમાં આગળનું નામ વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયનું છે. જ્યારથી બંને એકબીજાથી અલગ થયા ત્યારથી વિવિક અને એશ્વર્યા ક્યારેય ફિલ્મમાં સાથ જોવા નથી મળ્યા.
શાહિદ કપૂર અને કરીના કપૂરના પ્રેમની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ સાથે બંનેને પડદા પર પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રેકઅપ બાદ બંનેની જોડી રિયલ લાઈફની સાથે સાથે ફિલ્મોમાંથી પણ ગાયબ થઈ ગઈ હતી. જોકે, વર્ષ 2016માં લાંબા સમય સુધી અલગ થયા બાદ બંને ફિલ્મ 'ઉડતા પંજાબ'માં સાથે જોવા મળ્યા હતા.
આ યાદીમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું નામ પણ છે. એક સમયે ફિલ્મો સિવાય પણ તેમના પ્રેમની ઘણી ચર્ચાઓ થતી હતી પરંતુ જ્યારથી બંને એકબીજાથી અલગ થયા છે ત્યારથી તેઓ ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી.
એક સમયે જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ પણ તેમના સંબંધોને લઈને ચર્ચામાં હતા. જો કે, વર્ષ 2017 માં બંનેનું બ્રેકઅપ થયું, ત્યારબાદ બંને ક્યારેય પડદા પર સાથે જોવા મળ્યા નથી.
છેલ્લી જોડી અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની છે. જો કે, બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા, અને તેમના પ્રેમને લઈને પણ ખૂબ ચર્ચામાં હતા. જો કે, તેમના પ્રેમના અંત પછી, બંને ક્યારેય ઓનસ્ક્રીન સાથે જોવા મળ્યા ન હતા.