Aaradhya B'day Bash: ઐશ્વર્યા-અભિષેકની દિકરી આરાધ્યાની બર્થ-ડે પાર્ટીમાં સ્ટાર્સે પાડી જમાવટ

બોલિવુડની સ્ટાર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની દિકરી આરાધ્યા બચ્ચને તાજેતરમાં જ તેનો 11મો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ નિમિત્તે બચ્ચન પરિવારે પોતાના ઘરે આરાધ્યાની ગ્રાંડ પાર્ટી સેલિબ્રેશન રાખ્યુ.

આરાધ્યા બચ્ચન

1/8
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી સ્ટાર કિડ્સ આરાધ્યા બચ્ચનનો 16 નવેમ્બર 2022ના રોજ 11મો જન્મદિવસ ઉજવાયો હતો. તેના જન્મ દિવસે બચ્ચન પરિવાર દ્વારા 19 નવેમ્બર 2022 ના રોજ એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડના તમામ મોટા સ્ટાર્સ તેમના બાળકો સાથે આવી પહોંચ્યા હતા અને ધૂમ મચાવી હતી.
2/8
અભિનેત્રી જેનેલિયા ડિસોઝા તેના બે પુત્રો સાથે આરાધ્યાના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. કેઝ્યુઅલ લુકમાં પણ અભિનેત્રી હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
3/8
જેનેલિયાએ કોલર નેક ટોપ અને જીન્સ પહેર્યું હતું. જ્યારે તેના બાળકો કાળા અને લાલ ટી-શર્ટ-ટ્રાઉઝરમાં જોવા મળ્યા હતા.
4/8
આરાધ્યાના જન્મદિવસની ઉજવણીમાં તેની દાદી અને ઐશ્વર્યા રાયની માતા બ્રિન્દા રાય પણ તેની પૌત્રીને આશીર્વાદ આપવા આવ્યા હતાં. તેમણે લીલા રંગની સાડી પહેરી હતી.
5/8
આરાધ્યાની યુવાન મમ્મી અને અભિનેત્રી ઐશ્વર્યાએ સફેદ લૂઝ શર્ટ સ્ટાઇલ કુર્તા સાથે પગની ઘૂંટીની લંબાઈના લેગિંગ્સ પહેર્યા હતા.સ્પૌથી મહત્વની વાત એ હતી કે એશે તેના દેખાવને સરળ અને ભવ્ય રાખ્યો હતો.
6/8
આ ભવ્ય પાર્ટીમાં 90ના દાયકાની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહેલ સાથે આવી પહોંચી હતી.
7/8
સોનાલી સફેદ કોલ્ડ શોલ્ડર ટોપ અને પિંક પ્રિન્ટેડ લોઅરમાં સિમ્પલ અને શાલીન નજરે પડતી હતી.
8/8
આરાધ્યાની પાર્ટીમાં ફિલ્મમેકર બંટી વાલિયા પણ સામેલ થયા હતા. અહીં તેઓ પત્ની અને બાળકો સાથે પહોંચ્યા હતા. દંપતીના બંને બાળકો સફેદ કપડામાં જોવા મળ્યા હતા.
Sponsored Links by Taboola