Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Sara Ali Khan થી લઇને Deepika Padukone સુધી, એક્સની વાત કરવામાં નથી શરમાતા આ સ્ટાર્સ
Bollywood News: આજે અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેમણે જાહેરમાં પોતાના એક્સ વિશે ખુલીને વાત કરી હતી. આ યાદીમાં દીપિકા પાદુકોણથી લઈને સારા અલી ખાન સુધીના નામ સામેલ છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ અભિનેત્રી સારા અલી ખાનનું છે. જે થોડા સમય પહેલા કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 8માં તેની બેસ્ટી અનન્યા પાંડે સાથે પહોંચી હતી. આ સમય દરમિયાન, બંનેએ તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા.
આ દરમિયાન જ્યારે કરણ જોહરે તેમના સંબંધો વિશે વાત કરી તો તેણે ખૂબ જ હિંમતભેર જવાબ આપ્યો હતો. જ્યારે કરણે પૂછ્યું કે શું તું શુભમન ગિલને ડેટ કરી રહી છે તો સારાએ કહ્યું કે આખી દુનિયા ખોટી સારાની પાછળ પડી છે. જ્યારે કરણે તેને પૂછ્યું કે શું તેના માટે પૂર્વ બોયફ્રેન્ડ સાથે મિત્રતા રાખવી સરળ છે. તો તેણે કહ્યું કે, આ મુશ્કેલ ચોક્કસ છે, પણ અશક્ય નથી. વાસ્તવમાં કરણ કાર્તિક આર્યન તરફ ઈશારો કરી રહ્યો હતો.
બી-ટાઉનની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ તેના એક્સ બોયફ્રેન્ડ અને અભિનેતા સલમાન ખાન વિશે ઘણી વખત ખુલીને વાત કરી ચૂકી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે, અમારા બ્રેકઅપ પછી તે મને ફોન કરતો અને બકવાસ વાતો કરતો હતો. તેને મારા પર શંકા પણ હતી કે મારા એક કોસ્ટાર સાથે મારું અફેર છે.
બધાને ખબર છે કે રણવીર સિંહની દુલ્હન પત્ની બનતા અગાઉ દીપિકા પાદુકોણ એક્ટર રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બંનેનો પ્રેમ વર્ષ 2008માં શરૂ થયો હતો. પરંતુ તેઓ બે વર્ષ બાદ અલગ થઇ ગયા હતા
દીપિકાએ બ્રેકઅપ વિશે ઘણી વખત તેના એક્સ બોયફ્રેન્ડ અંગે વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, 'મેં રિલેશનશિપમાં રહીને ક્યારેય કોઈને દગો આપ્યો નથી. જો તમારે આમ કરવું હોય તો તમારે સિંગલ જ રહેવું જોઈએ. જ્યારે તેણે મારી સાથે પહેલીવાર છેતરપિંડી કરી ત્યારે મને લાગ્યું કે અમારા સંબંધોમાં કંઈક ખૂટે છે, એટલા માટે આવું થયું.
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનું નામ પણ આ લિસ્ટમાં છે. જે એક સમયે અભિનેત્રી કરીના કપૂર સાથે રિલેશનશિપમાં હતો. પરંતુ થોડા વર્ષો સાથે બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
જ્યારે એકવાર મીડિયાએ શાહિદને પૂછ્યું કે શું તે ફરી ક્યારેય કરીના સાથે કામ કરશે? તો અભિનેતાએ આનો ખૂબ જ જવાબ આપ્યો અને કહ્યું કે, જો તેના નિર્દેશક ઇચ્છે છે તો તે ચોક્કસપણે કરશે. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે જો નિર્દેશક કહેશે તો હું કોઈપણ ગાય કે ભેંસ સાથે કામ કરીશ. અભિનેતાના આ નિવેદને ભારે હોબાળો મચાવ્યો હતો.