10 વર્ષમાં નથી આપી કોઇ હિટ, છતાં સ્ટારડમ નથી થયો કમ, કરોડોમાં ફી વસૂલે છે આ એક્ટર, ઓળખો ?
Bollywood Film Actor Fees: બૉલીવૂડના આ અભિનેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત ફ્લૉપ ફિલ્મોથી કરી અને પછી એક ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો. જો કે, આ અભિનેતાએ છેલ્લા 10 વર્ષમાં કોઈ હિટ ફિલ્મ આપી નથી. અમે જેની વાત કરી રહ્યા છીએ તે અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆત સલમાન ખાન સાથે સહાયક ભૂમિકાથી કરી હતી અને બાદમાં એક ફિલ્મે તેનું જીવન બદલી નાખ્યું હતું અને તેને ઉદ્યોગમાં ઓળખ અપાવી હતી. આ એક્ટરનો ભાઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એક્ટર બીજું કોઈ નહીં પણ આદિત્ય રૉય કપૂર છે. આદિત્યએ ઘણા વર્ષોથી કોઈ હિટ ફિલ્મ આપી નથી પરંતુ તેનાથી તેના સ્ટારડમમાં કોઈ ફરક પડ્યો નથી.
તમને જણાવી દઈએ કે આદિત્ય રૉય કપૂર કુમુદ રૉય કપૂર અને યહૂદી માતા સલોમી એરોનનો દીકરો છે. તેમના દાદા, રઘુપત રૉય કપૂર, 1940 ના દાયકાની શરૂઆતમાં ફિલ્મ નિર્માતા હતા. તેને બે ભાઈઓ છે, સિદ્ધાર્થ રોય કપૂર લોકપ્રિય ફિલ્મ નિર્માતા છે અને કુણાલ રૉય કપૂર પણ અભિનેતા છે. આદિત્ય ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે.
આદિત્ય રૉય કપૂર, જેઓ એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેણે ચેનલ વી ઇન્ડિયામાં વીજે તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીં તેની કૉમિક ટાઈમિંગ અને યૂનિક સ્ટાઈલ ઓફ હૉસ્ટિંગના ખૂબ વખાણ થયા. બાદમાં તેણે સલમાન ખાનની ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'માં સહાયક અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મમાં અજય દેવગન અને અસિન થોટ્ટુમકલ પણ મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.
આ પછી આદિત્યએ અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય બચ્ચનની 'એક્શન રિપ્લે'માં પણ કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ પણ બૉક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે તેની આગામી ફિલ્મ ગુઝારીશમાં રિતિક રોશન અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યો હતો પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
આદિત્ય રૉય કપૂરની કારકિર્દીમાં વળાંક વર્ષ 2013 માં આવ્યો જ્યારે અભિનેતાએ 'આશિકી 2' માં શ્રદ્ધા કપૂર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અને આ ફિલ્મે આદિત્ય અને શ્રદ્ધાને પણ રાતોરાત સ્ટાર બનાવી દીધા. તેમની કેમિસ્ટ્રીએ ઘણાના દિલ જીતી લીધા.
તે જ વર્ષે, આદિત્ય રૉય કપૂરે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સાથે 'યે જવાની હૈ દીવાની'માં અભિનય કર્યો અને તે બોક્સ-ઓફિસ પર તેની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ.
આ પછી આદિત્યએ 'ફિતૂર', 'દાવત-એ-ઈશ્ક', 'ઓકે જાનુ', 'કલંક', 'મલંગ', 'સડક 2', 'ગુમરાહ' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે તમામ નિષ્ફળ ગઈ. પરંતુ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. અભિનેતા છેલ્લા 10 વર્ષમાં એક પણ હિટ ફિલ્મ આપી શક્યો નથી પરંતુ તેના સ્ટારડમમાં જરાય ઘટાડો થયો નથી.
છેલ્લા 10 વર્ષમાં આદિત્યની કોઈ ફિલ્મ આવી નથી પરંતુ અભિનેતાની OTT રિલીઝ 'ધ નાઈટ મેનેજર' દર્શકોને ઘણી પસંદ આવી હતી.
આદિત્ય રોય કપૂરની ફી વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, અભિનેતા પ્રતિ ફિલ્મ 7 કરોડ રૂપિયા લે છે અને વૈભવી જીવન જીવે છે. તેમની કુલ સંપત્તિ 89 કરોડ રૂપિયા છે.
આદિત્યની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં અનુરાગ બાસુની 'મેટ્રૉ...ઇન ડિનો'માં સારા અલી ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં નીના ગુપ્તા, અનુપમ ખેર અને અલી ફઝલ પણ છે અને આ વર્ષે રિલીઝ થવાની છે.