September Films: મનોરંજનથી ભરપૂર રહેશે આ સપ્ટેમ્બર, રિલીઝ થશે 'ઇમરજન્સી'થી લઇ 'દેવારા' જેવી ફિલ્મો
Films Releasing In September 2024: સપ્ટેમ્બર મહિનો ફિલ્મના રસિયાઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિને એકથી વધુ ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. આ સપ્ટેમ્બરમાં તમને એક્શન, ડ્રામા, કૉમેડી અને રૉમાન્સ સાથે ક્રાઈમ-થ્રિલરનો સંપૂર્ણ ડૉઝ મળશે. કંગના રનૌતની 'ઇમરજન્સી'થી લઈને કરીના કપૂરની 'ધ બકિંગહામ મર્ડર્સ' અને 'દેવરા-પાર્ટ 1' રિલીઝ માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGOAT (ગ્રેટ ઓફ ઓલ ટાઈમ) ફિલ્મમાં વિજય મુખ્ય ભૂમિકામાં છે, આ સિવાય પ્રશાંત મોહન, પ્રભુ દેવા અને મીનાક્ષી ચૌધરી જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ ફિલ્મમાં વિજય ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે સ્ક્રીન પર આવશે.
કંગના રનૌતની પીરિયડ-ડ્રામા 'ઇમરજન્સી' 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં 1975માં દેશમાં કટોકટીનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.
કરીના કપૂર 'ધ બકિંગહામ મર્ડર્સ'માં ડિટેક્ટીવ સાર્જન્ટ જસમીત ભામરાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે જે 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલની ક્રાઈમ-થ્રિલર ફિલ્મ 'સેક્ટર 36' પણ રિલીઝ માટે તૈયાર છે. આદિત્ય નિમ્બાલકર આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
અપારશક્તિ ખુરાના અને ઈશ્વાક સિંહની ફિલ્મ 'બર્લિન' પણ 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે. અતુલ સભરવાલના નિર્દેશનમાં બનેલી આ સ્પાય-થ્રિલર ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવશે.
સિદ્ધાંત ચતુર્વેદીની એક્શન-થ્રિલર ફિલ્મ 'યુધરા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હવે આ ફિલ્મ પણ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મમાં માલવિકા મોહનન, રાઘવ જુયાલ અને રામ કપૂર પણ જોવા મળશે.
વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન ફિલ્મ 'બિન્ની એન્ડ ફેમિલી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જનરેશન ગેપ અને તેને લગતા વિવાદોને દર્શાવતી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'દેવરા-પાર્ટ 1' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. જૂનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે રિલીઝ માટે તૈયાર છે.