Mahie Gill Birthday: 47 વર્ષની થઇ હૉટ એક્ટ્રેસ માહી ગીલ, 17 વર્ષની ઉંમરે કર્યા હતા લગ્ન, પરંતુ સંબંધો લાંબા ચાલ્યા નહી ને પછી....
Mahie Gill Birthday: આજે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અને હૉટ ગર્લ ગણાતી માહી ગીલનો આજે જન્મદિવસ છે, આજે એક્ટ્રેસ 47 વર્ષની થઇ ગઇ છે. બૉલીવૂડ અભિનેત્રી માહી ગીલ ફિલ્મોને લઈને ઓછી અને તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. તેણે અચાનક ખુલાસો કર્યો કે તે એક દીકરીની માતા છે, જેણે બધાને ચોંકાવી દીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાહી ગીલનો જન્મ 19 ડિસેમ્બર, 1975ના રોજ ચંદીગઢમાં જાટ શીખ પરિવારમાં થયો હતો. તે બાળપણથી જ અભિનયમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી. આ કારણોસર, તેણે પંજાબ યૂનિવર્સિટીમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી કોર્સ કર્યો.
માહી ગીલને તેનો પહેલો બ્રેક વર્ષ 2003માં પંજાબી ફિલ્મ 'હવાયેં'થી મળ્યો હતો. નિર્દેશક અમિતોજ માનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.
અભિનેત્રીને સૌથી વધુ લોકપ્રિયતા અનુરાગ કશ્યપની ફિલ્મ 'દેવ ડી'થી મળી હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ માહી ગીલ ફેમસ થઈ ગઈ હતી. તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી.
માહી ગીલ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. અહેવાલો અનુસાર, તેણે 17 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત લગ્ન કર્યા હતા પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ઈ ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ માહી ગીલે પોતાના લગ્ન વિશે વાત કરતા કહ્યું હતું કે, 'મને ખબર છે કે મારા પ્રથમ લગ્ન નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તે એટલા માટે થયું કારણ કે તે સમયે હું ઘણી નાની હતી અને પરિપક્વ નહોતી.'
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'હવે હું એકદમ પરિપક્વ બની ગઈ છું. મારા ભૂતપૂર્વ પતિ સાથે મારા સારા સંબંધ છે. હું હજુ પણ તેમનો આદર કરું છું અને અમે મેસેજ દ્વારા વાત કરતા રહીએ છીએ. અમે સંપર્કમાં છીએ.
વર્ષ 2019 માં, માહી ગીલે ખુલાસો કર્યો હતો કે તે અઢી વર્ષની દીકરીની માતા છે. જોકે, તે સમયે તેણે તેના પતિનું નામ બિલકુલ જાહેર કર્યું ન હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા સમય પછી માહી ગીલે પોતે કહ્યું કે તેણે રવિ કેસર સાથે લગ્ન કર્યા છે. કહેવાય છે કે માહી ગીલ અને રવિ કેસરે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. દંપતીએ તેમની પુત્રીનું નામ વેરોનિકા રાખ્યું છે.