‘પુષ્પા 2’ થી ‘છાવા’ સુધી, ડિસેમ્બરમાં રિલીઝ થઇ રહી છે આ ધાંસૂ ફિલ્મ, જાણો રિલીઝ ડેટ
December Release Movies List: આ અહેવાલમાં અમે તમારા માટે તે ફિલ્મોની યાદી લાવ્યા છીએ. જે વર્ષના અંતિમ મહિનામાં સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. નીચે સંપૂર્ણ યાદી જુઓ.... ડિસેમ્બર મહિનો સિનેપ્રેમીઓ માટે ઘણો મનોરંજન પૂરો પાડવાનો છે. કારણ કે આ મહિનામાં અલ્લૂ અર્જૂનની 'પુષ્પા 2'થી લઈને વિકી કૌશલની 'છાવા' સુધીની ફિલ્મો સિનેમાઘરોમાં આવવાની છે. આવો જાણીએ તેમની રિલીઝ ડેટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુષ્પા 2 – સૌ પ્રથમ તો અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાનાની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2' વિશે વાત કરીએ. આ ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.
છાવા- વિકી કૌશલની ફિલ્મ 'છાવા' પણ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. જેની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ ફિલ્મ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલી શંભાજી મહારાજના જીવન પર આધારિત છે. વિકીની આ ફિલ્મ 6 ડિસેમ્બરે બૉક્સ ઓફિસ પર પોતાનો જાદુ ફેલાવવા જઈ રહી છે.
વેલકમ ટૂ જંગલ - અક્ષય કુમાર, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડિસની આ કૉમેડી ડ્રામા ફિલ્મ પણ 20મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.
વનવાસ - પીઢ અભિનેતા નાના પાટેકરની ફિલ્મ 'વનવાસ' પણ આ યાદીમાં સામેલ છે. જેના પૉસ્ટરને લોકોએ ખૂબ પસંદ કર્યું છે.
આ ફિલ્મ ક્રિસમસના અવસર પર બૉક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. જેમાં અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે.
બેબી જૉન - અભિનેતા વરુણ ધવનની ફિલ્મ 'બેબી જૉન' 25મી ડિસેમ્બરે એટલે કે ક્રિસમસના અવસર પર મોટા પડદા પર રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં વરુણ ધવન સાથે વામિકા ગબ્બી, સાન્યા મલ્હોત્રા, જેકી શ્રોફ પણ જોવા મળશે.