Bollywood Star Abuse: બોલિવુડની આ અભિનેત્રીઓનું થઈ ચુક્યું છે શારીરિક શોષણ
અદિતિ રાવ હૈદરી - બોલિવૂડની સુંદર અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ યૌન શોષણની પીડા સહન કરી છે. અહેવાલો અનુસાર, જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે એક છોકરાએ તેના પેટને ઘણી વાર સ્પર્શ કર્યો હતો. જે બાદ અભિનેત્રીએ તેને જોરદાર થપ્પડ મારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌત - દેશના દરેક મુદ્દા પર પોતાની વાત રાખનારી અભિનેત્રી કંગના રનૌતનું આ લિસ્ટમાં પહેલું નામ છે. અભિનેત્રીએ આ વાતનો ઉલ્લેખ રિયાલિટી શો 'લોકઅપ'માં કર્યો હતો કે જ્યારે તે નાની હતી. ત્યારે એક છોકરાએ તેને ગંદી રીતે સ્પર્શ કર્યો હતો.
પ્રીતિ ઝિન્ટા - બોલિવૂડની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા પણ બાળપણમાં ઘૃણાસ્પદ કૃત્યનો શિકાર બની છે. રિપોર્ટ્સ અનુસાર આ કૃત્ય તેની સાથે દિલ્હીમાં થયું હતું. આ ઘટનાએ તેમના પર ઊંડી અસર કરી હતી.
સોનમ કપૂર - આ લિસ્ટમાં અભિનેત્રી સોનમ કપૂરનું નામ પણ સામેલ છે. જ્યારે તે 13 વર્ષની હતી, ત્યારે એક વ્યક્તિએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. જે બાદ તે ખૂબ જ ડરી ગઈ હતી.
દીપિકા પાદુકોણ - અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ બાળપણમાં યૌન શોષણનો શિકાર બની છે. આ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે જ્યારે તે 14-15 વર્ષની હતી ત્યારે તે તેના પરિવાર સાથે બહાર ફરવા ગઈ હતી. ત્યારે એક વ્યક્તિએ તેની છેડતી કરી હતી. જે બાદ અભિનેત્રીએ તે વ્યક્તિને થપ્પડ પણ મારી હતી.
ફાતિમા સના શેખ - અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે પણ બાળપણમાં આવું કૃત્ય થયું છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તે 3 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું.
અક્ષય કુમાર - તમને જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં એક્ટર અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. આ વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે, જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેના પાડોશીએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ ઘટના બાદ અભિનેતાના પિતાએ પણ તે વ્યક્તિની ધરપકડ કરાવી હતી.