Bollywood Kissa: જ્યારે અક્ષય કુમારના કારણે રેસ્ટોરન્ટમાં ચંકી પાંડેને વાસણ ધોવા પડ્યા હતા...

અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ OMG 2ને લઈને ચર્ચામાં છે. દરમિયાન અમે તમારા માટે તેની સાથે જોડાયેલો એક કિસ્સો લઇને આવ્યા છીએ જ્યારે ચંકી પાંડેને તેના કારણે રેસ્ટોરન્ટમાં વાસણ ધોવા પડ્યા હતા.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ OMG 2ને લઈને ચર્ચામાં છે. દરમિયાન અમે તમારા માટે તેની સાથે જોડાયેલો એક કિસ્સો લઇને આવ્યા છીએ જ્યારે ચંકી પાંડેને તેના કારણે રેસ્ટોરન્ટમાં વાસણ ધોવા પડ્યા હતા.
2/7
અક્ષય કુમાર અને ચંકી પાંડેએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી હતી. બંને વચ્ચે વર્ષોથી ખૂબ જ સારી મિત્રતા છે. બંનેએ એક જ સ્કૂલમાંથી એક્ટિંગના પાઠ પણ લીધા હતા.
3/7
આ ઘટના તે સમયની છે જ્યારે બંને વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 'હાઉસફુલ'માં સાથે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ ઈટાલીમાં થયું હતું. જ્યાં અક્ષય કુમારે ચંકી સાથે પ્રેંક કરી હતી. જેના કારણે તેણે રેસ્ટોરન્ટમાં વાસણ ધોવા પડ્યા હતા.
4/7
આ વાર્તા ચંકી પાંડેએ 'ધ કપિલ શર્મા શો'માં સંભળાવી હતી.તેણે કહ્યું, “શૂટીંગ પુરુ થયા બાદ તે તેની ટીમ સાથે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો. જ્યાં અક્ષયે બધાને કહ્યું હતું કે જેને જમવું હોય તે ખાવ અને તે દિવસનું આખું બિલ ચૂકવશે.
5/7
ચંકીએ આગળ કહ્યું, “પહેલાં બધુ બરાબર ચાલતું હતું, પરંતુ હું અધવચ્ચે બાથરૂમમાં ગયો કે તરત જ બધા મને છોડીને વેનમાં ગયા. હું બહાર આવ્યો ત્યારે મેનેજર બધાને શોધી રહ્યા હતા. જ્યારે હું મળ્યો અને તેમણે મારી પાસેથી બિલ માંગવા લાગ્યા.
6/7
ચંકીએ કહ્યું, “તે સમયે મારી પાસે બિલ ચૂકવવા માટે પૂરતા પૈસા નહોતા. તેથી તે મને સીધો રસોડામાં લઈ ગયો અને ત્યાં મેં વાસણ ધોયા હતા. પછી થોડા સમય પછી સાજીદ નડિયાદવાલા અને સાજીદ ખાન આવ્યા અને મને બચાવ્યો અને બિલ ચૂકવ્યું હતું.
7/7
અક્ષયની ફિલ્મ OMG 2ની વાત કરીએ તો આ ફિલ્મ 6 દિવસમાં ખૂબ જ સારી કમાણી કરીને 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
Sponsored Links by Taboola