Bollywood Kissa: ‘દીકરાઓ નથી આપતા મહત્વ’ જ્યારે આ શબ્દ કહીને નીકળી પડ્યાં હતા માધુરી દિક્ષિતના આસું, જાણો એક્ટ્રેસની લાઇફની અનકહી સ્ટૉરી.....
માધુરી દિક્ષિત આજે પણ પોતાના કિલર એક્સપ્રેશન્સ અને શાનદાર ડાન્સ મૂવ્સથી કરોડો ફેન્સને દિવાના બનાને છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
Bollywood Kissa: બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાં સામેલ માધુરી દિક્ષિત આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, સામાન્ય રીતે માધુરી દિક્ષિત જે સ્થાન હાંસલ કર્યુ છે, તે જગ્યાએ પહોંચવુ તમામ હીરોઇનોનું સપનુ હોય છે. પરંતુ આવી મોટી હસ્તી હોવા છતાં પણ તે જ્યારે કહે છે કે, મને મારા દીકરાઓ મહત્વ નથી આપી રહ્યાં. જાણો એક્ટ્રેસની અનસુની કહાણી......
2/8
માધુરી દિક્ષિત આજે પણ પોતાના કિલર એક્સપ્રેશન્સ અને શાનદાર ડાન્સ મૂવ્સથી કરોડો ફેન્સને દિવાના બનાને છે, અને તમામ ઉંમરના લોકો તેના પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને માધુરીના જીવનની એક એવી કહાની કહી રહ્યાં છીએ, જેના વિશે કદાચ તમે નહીં સાંભળ્યુ હોય.
3/8
ખરેખરમાં, જ્યારે માધુરી દિક્ષિત ટીવીના ડાન્સ રિયાલિટી શૉ "ડાન્સ દીવાને" ને જજ કરી રહી હતી, તે સમયે આ શૉમાં તેના જીવનના ઘણાબધા રહસ્યો બહાર આવ્યા હતા. તે દરમિયાન માધુરીએ એક વખત કહ્યું હતું કે, તેના પુત્રો ક્યારેય તેને મહત્વ નથી આપી રહ્યાં.
4/8
માધુરી દિક્ષિત આ વાત ત્યારે શેર કરી હતી જ્યારે તેને કન્ટેસ્ટનેટ પોતાની માતાને પોતાનુ પરફોર્મન્સ સમર્પિત કર્યું હતુ, અને તેને કહ્યું હતુ કે- "મને મારી માતાનો ફોન ન ઉપાડવાનો અને તેને મહત્વ ન આપવાનો અફસોસ છે."
5/8
આ પછી માધુરી દિક્ષિતે દુઃખ સાથે કહ્યું હતુ કે, -“ક્યારેક મારી સાથે પણ એવું થાય છે, મારા દીકરાઓ પણ મને મહત્વ નથી આપતા. જ્યારે હું તેમને વારંવાર ફોન કરું છું ત્યારે મને તે વસ્તુ ખુબ જ ખરાબ લાગે છે. પરંતુ જ્યારે હું નાની હતી તે સમયે હું પણ મારા માતા પિતા સાથે આવુ જ કરતી હતી, અને હવે જ્યારે હું ખુદ એક માતા છું ત્યારે મને તે વસ્તુ સમજાઇ છે. આ દરમિયાન અભિનેત્રી ખુબ જ ભાવુક થઈ ગઈ હતી અને તેના આંસુ વહી ગયા હતા.
6/8
માધુરી દિક્ષિત જ્યારે પોતાની કેરિયરના ટૉપ પર હતી તે સમયે તેને ડૉ. શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કરી લીધા હતા. જે પછી તે વિદેશમાં રહેવા ગઇ હતી, પરંતુ તે પછી તે આખા પરિવાર સાથે ભારત આવી ગઈ હતી.
7/8
માધુરી દિક્ષિતના બાળકોની વાત કરીએ તો, તેને બે દીકરા અરીન અને રિયાન નેને છે. તેમની સાથે ઘણીવાર અભિનેત્રી સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરતી જોવા મળે છે.
8/8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા માધુરી દિક્ષિત એક વેબ સિરીઝ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી.
Published at : 09 May 2023 04:20 PM (IST)