Actress Late Wedding: બોલિવૂડની આ એક્ટ્રેસેસને ન હતી લગ્નની જલ્દી, 40 પાર કર્યાં બાદ કર્યાં વિવાહ
બોલિવૂડમાં આવ્યા બાદ સ્ટાર્સ પહેલા પોતાની કરિયર પર ફોકસ કરવા માંગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના સ્ટાર્સ મોડેથી લગ્ન કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી લગ્ન કર્યા છે અને કેટલીક 60 પછી કર્યાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીથી લઈને મોટા પડદા સુધી પોતાના અભિનયનો જાદુ ફેલાવનાર પીઢ અભિનેત્રી સુહાસિની મુલયે એક એવી અભિનેત્રી છે જેણે 60 વર્ષની ઉંમરે પ્રખ્યાત ડોક્ટર અતુલ ગુર્ટુ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 16 જાન્યુઆરી 2011ના રોજ લગ્ન કર્યા હતા
બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક, કોરિયોગ્રાફર અને નિર્માતા ફરાહ ખાને 40 વર્ષની ઉંમરમાં શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે. બંને 3 બાળકોના માતા-પિતા છે.
મનીષા કોઈરાલાએ પણ 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. તેણે 2010માં નેપાળના બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા.
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ 41 વર્ષની વયે પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન નાગરિક જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા. પ્રીતિ અને જીનના લગ્ન 29 ફેબ્રુઆરી 2016ના રોજ લોસ એન્જલસમાં થયા હતા.
અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે 42 વર્ષની ઉંમરે 3 માર્ચ 2016ના રોજ કાશ્મીરી બિઝનેસમેન અને મોડલ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા.
અભિનેત્રી રાની મુખર્જીએ પણ 36 વર્ષની ઉંમરે ફિલ્મમેકર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 21 એપ્રિલ 2014ના રોજ ઈટાલીમાં થયા હતા.