Bollywood Actress : આ અભિનેત્રીઓ કે જેમણે લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હંમેશા માટે કરી દીધું અલવિદા
ટ્વિંકલ ખન્ના- આ લિસ્ટમાં પહેલું નામ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાનું છે. જેણે વર્ષ 2001માં અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેણે એક્ટિંગ છોડી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાલી બેન્દ્રે- અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ આ લિસ્ટમાં સામેલ છે. જેણે વર્ષ 2002માં ફિલ્મ એક્ટર-ડિરેક્ટર ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા હતા. સોનાલીએ લગ્ન બાદ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. જોકે, આ પછી અભિનેત્રી 'કલ હો ના હો' અને 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'માં નાની ભૂમિકામાં જોવા મળી હતી.
શબાના રઝા - અભિનેત્રી શબાના રઝાએ વર્ષ 2006માં 'ધ ફેમિલી મેન' એક્ટર મનોજ બાજપેયી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શબાનાએ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
બબીતા કપૂર - બોલિવૂડ એક્ટ્રેસ બબીતા કપૂરે 1971માં એક્ટર રણધીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે ફિલ્મોથી પણ દૂર થઈ ગઈ હતી.
અસિન થોટ્ટુમકલ - 'ગજની' ફેમ એક્ટ્રેસ અસિન થોટ્ટુમકલે વર્ષ 2016માં માઈક્રોમેક્સના સીઈઓ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.તેના વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે 'હવે તે કોઈ કામ નહીં કરે, કારણ કે તે તેના લગ્ન જીવનનો આનંદ માણવા માંગે છે'.
નમ્રતા શિરોડકર- ફેમસ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન વર્ષ 2005માં થયા હતા. જે બાદ અભિનેત્રીએ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી હતી.