Pics: ડિનર પર ગયેલી પ્રેગનન્ટ દીપિકા પાદુકોણ આ શખ્સ સાથે જોવા મળી, ગાયબ દેખાયો રણવીર સિંહ
Bollywood Pics Viral: દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નન્સી ફેઝ એન્જૉય કરી રહી છે. તે હાલમાં જ મુંબઈમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના ફોટો અને લૂક વાયરલ થઈ રહ્યા છે. બૉલિવૂડની સ્ટાઇલ આઇકોન દીપિકા પાદુકોણ મંગળવારે રાત્રે જોવા મળી હતી. દીપિકા તેના પરિવાર સાથે ડિનર માટે ગઈ હતી. આ દરમિયાન દીપિકા ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા સાથે બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પણ જોવા મળ્યો હતો. દીપિકાનો પરિવાર પણ જોવા મળ્યો હતો. જો કે આ તસવીરોમાં રણવીર સિંહ જોવા મળ્યો ન હતો.
દીપિકાનો આ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ દીપિકા પોતાની સ્ટાઈલ પર સંપૂર્ણ ફોકસ રાખી રહી છે.
દીપિકાએ ડિનર આઉટિંગ માટે ઓલ બ્લેક લૂક પહેર્યો હતો. તે બ્લેક ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.
આ સાથે તેણે બ્લેક બ્લેઝર અને મેચિંગ વ્હાઈટ સ્નીકર્સ કેરી કર્યા હતા. દીપિકા વાંકડિયા વાળ અને ન્યૂડ મેકઅપમાં છવાઈ ગઈ.
ફોટામાં દીપિકાની પ્રેગ્નેન્સી ગ્લૉ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. દીપિકા ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી છે. તે પ્રેગ્નન્સીના તબક્કાનો સંપૂર્ણ આનંદ માણી રહી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા થોડા સમય પહેલા ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાનો રોલ ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ જેવા સ્ટાર્સ હતા.