Bollywood : રશ્મિકા મંદન્ના છે આટલા કરોડની માલિક, જાણો ભવ્ય કાર કલેક્શન

રશ્મિકાની ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ' સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. હવે રશ્મિકા સાઉથની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રશ્મિકા મંદન્ના દરેક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે. પુષ્પા ફિલ્મની સફળતા બાદ તેણે પોતાની ફી વધારી દીધી છે.

ફોર્બ્સ, IMDb અને અલગ-અલગ રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા મંદન્ના લગભગ $5 મિલિયન એટલે કે 37 કરોડ રૂપિયાની માલિક છે. આ સિવાય તે એડ ફિલ્મો અને ઈવેન્ટ્સમાંથી પણ કમાણી કરે છે.
રશ્મિકા બ્રાન્ડને એન્ડોર્સ કરીને અને ઈવેન્ટ્સમાં હાજરી આપીને માસિક 30 લાખ કમાય છે. રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાનું કર્ણાટકમાં એક ઘર છે જેની કિંમત 8 કરોડ રૂપિયા છે.
રશ્મિકાનું હૈદરાબાદ અને મુંબઈમાં પણ ઘર છે. તેણે હાલમાં જ ગોવામાં એક ઘર પણ ખરીદ્યું છે. અભિનેત્રીને વાહનોનો પણ શોખ છે. તેની પાસે ઓડી, મર્સિડીઝ અને હ્યુન્ડાઈ જેવી બ્રાન્ડની કાર છે.
રશ્મિકાની કુલ કારમાં Audi Q3 (રૂ. 60 લાખ), હ્યુન્ડાઇ ક્રેટા (25 લાખ), મર્સિડીઝ બેન્ઝ (1 કરોડ) સી ક્લાસ જેવી કારનો સમાવેશ થાય છે. તાજેતરમાં અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂમાં જોવા મળી હતી.
રશ્મિકા મંદન્ના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તે દરરોજ તેની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 36.1 મિલિયન લોકો તેને ફોલો કરે છે.