Bigg Boss : રિમી સેનથી લઈને શમિતા સુધી ફિલ્મોમાં સદંતર ફ્લોપ રહ્યા બાદ બિગ બોસમાં પહોંચ્યા આ સ્ટાર્સ
શમિતા શેટ્ટી - એવી ઘણી સુંદરીઓ બોલીવુડમાં આવી જેમણે શરૂઆતમાં સારી ફિલ્મો આપી, પરંતુ ધીરે ધીરે તેમની કારકિર્દી ફ્લોપ થઈ. આમાંથી એક નામ છે શમિતા શેટ્ટી. જેણે ફિલ્મ 'મોહબ્બતેં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ ત્યાર બાદ તેની કોઈ ફિલ્મ ખાસ સફળ થઈ શકી નથી. ત્યારબાદ તે બિગ બોસ સીઝન 3 માં જોવા મળી હતી. ગયા વર્ષે શમિતાએ બિગ બોસ ઓટીટી અને સીઝન 15 માં ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોનિકા બેદી - મોનિકા બેદીએ બોલિવૂડમાં 'જોડી નંબર વન' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. આમ છતાં તેની કારકિર્દી ફ્લોપ રહી. અભિનેત્રીએ પછી ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને ખ્યાતિ માટે બિગ બોસ સીઝન 2 માં પણ ભાગ લીધો. જોકે, તે ઘરમાં વધુ સમય રહી શકી નહીં.
મિનિષા લાંબા - 'બચના યે હસીનો', 'યહાં' અને 'વેલ ડન અબ્બા' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલી સુંદર અભિનેત્રી મિનિષા લાંબા ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી શકી નહીં. જે બાદ અભિનેત્રીએ બિગ બોસ સીઝન 8 માં ભાગ લીધો હતો.
તનિષા મુખર્જી - અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. બોલિવૂડમાં તેની બહેનના નામ પછી પણ તનિષા દર્શકો પર પોતાનો જાદુ નથી પાંથરી શકી. ત્યારબાદ તેણે બિગ બોસની સિઝન 7માં ભાગ લીધો હતો. જ્યાં અરમાન કોહલી સાથેની તેની વધતી નિકટતાએ ઘણી ચર્ચા જગાવી હતી.
રિમી સેન - 'ગોલમાલ' અને 'ફિર હેરા ફેરી' જેવી ફિલ્મોમાં સુપરહિટ એક્ટર સાથે કામ કરનાર એક્ટ્રેસ રિમી સેનનું કરિયર પણ બોલિવૂડમાં થોડાં વર્ષ જ ચાલ્યું. ત્યારબાદ અભિનેત્રીએ બિગ બોસમાં ભાગ લીધો હતો. આ શો માટે તેને 1 કરોડથી વધુની ફી આપવામાં આવી હતી.
રાહુલ રોય - બ્લોકબસ્ટર ફિલ્મ 'આશિકી'થી રાતોરાત સ્ટાર બની ગયેલો રાહુલ રોય તેની અન્ય ફિલ્મોમાં કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નથી. ઘણા વર્ષો બાદ તે બિગ બોસની સીઝન 1માં દેખાયો. ઉલ્લેખનીય છે કે અભિનેતા આ સીઝનનો વિનર પણ બન્યો હતો.