Bollywood : બહેન અને માતાની વિરૂદ્ધ જઈ કરીનાએ શાહીદને કર્યો હતો પ્રેમ, બદલી હતી આ આદતો
શાહિદ કપૂર 2015 પહેલા ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે. આ લિસ્ટ ઘણું લાંબુ છે પરંતુ આમાં જેનું નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે તે છે કરીના કપૂર. બંનેએ જબ વી મેટમાં સાથે કામ કર્યું હતું. લોકોને આદિત્ય અને ગીતની જોડી એટલી પસંદ આવી કે શાહિદ કપૂર અને કરીના કપૂર હિટ થઈ ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે કરીના કપૂર અને શાહિદ કપૂરનો પ્રેમ આશમાનને આંબી રહ્યો હતો ત્યારે જબ વી મેટ દરમિયાન જ સંબંધોમાં તિરાડ પડી હતી. શાહિદ કપૂરે એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તેણે કરીનાને મળ્યાના એક અઠવાડિયામાં જ ડેટ કરવાનું શરૂ કર્યું હતું. હા, તે પહેલી નજરનો પ્રેમ હતો.
શાહિદ કપૂરે કહ્યું કે, અમે બંને એકબીજાથી ઘણા અલગ હતા. જ્યારે કરીના કપૂર ખુલીને વાત કરતી હતી, હું મૌનમાં માનતો હતો. અમે એકબીજાની ખાલીપો ભરતા. અમે એકબીજાની શક્તિ અને નબળાઈને પણ સંતુલિત કરતા હતા. તેથી અમે એકબીજાના પૂરક હતા.
શાહિદ કપૂરના કારણે કરીના કપૂર પણ બદલાવા લાગી હતી. તે શાહિદ કપૂર હતો જેના કારણે કરણી કપૂરે તેની ખાવા પીવાની આદતો પણ બદલી નાખી હતી. તે સંપૂર્ણ શાકાહારી બની ગઈ હતી. તે પણ શાહિદ કપૂરના કારણે આધ્યાત્મિકતામાં વિશ્વાસ કરવા લાગી હતી.
કરિશ્મા કપૂર અને બબીતાને લાગ્યું કે શાહિદને કરવું યોગ્ય નથી. શાહિદ ખૂબ જ લોકપ્રિય પરિવારમાંથી હોવા છતાં કરીનાના પરિવારે તેને તેમની સમાન દરજ્જો ન માન્યો. તેથી તેઓ કરીના અને શાહિદ વચ્ચેના સંબંધોની વિરુદ્ધ હતા.
પાછળથી સંબંધ કેમ તૂટ્યો અને નારાજગી હતી કે કેમ તે વિશે ક્યારેય કોઈ અપડેટ આવ્યું નથી.