Adah Sharma Pics: એક્ટિંગમાં કેરિયર બનાવવા માટે અદા શર્માએ અધવચ્ચેથી જ છોડી દીધો હતો અભ્યાસ, આજે છે કરોડોની માલિક
Adah Sharma Pics: બૉલીવુડ એક્ટ્રેસ અદા શર્મા આજકાલ સુદીપ્તો સેનની ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી'ને લઇને ખુબ ચર્ચામાં છવાઇ ગઇ છે. આ ફિલ્મમાં એક્ટ્રેસની એક્ટિંગના ફેન્સ ખુબ વખાણ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅદા શર્મા હાલમાં ખુબ ચર્ચામા છે, ધ કેરળ સ્ટૉરીમાં અદા શર્માએ ઉમદા પ્રકારની અદાકારી બતાવી છે, આ બધાની વચ્ચે અહીં તેની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે.
અદા શર્માનો જન્મ 11 મે 1992ના રોજ મુંબઈમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો. અદાના પિતા એસએલ શર્મા ભારતીય મર્ચન્ટ નેવીમાં કેપ્ટન રહી ચૂક્યા છે.
અદા શર્માની માતા શીલા શર્મા ક્લાસિકલ ડાન્સર છે. આ કારણે અભિનેત્રીને ડાન્સમાં પણ ખુબ રસ છે.
અભિનેત્રીના એજ્યૂકેશનની વાત કરીએ તો તેને મુંબઈની ઓક્સિલિયમ કૉન્વેન્ટ હાઈસ્કૂલમાંથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેને ડાન્સ અને એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.
જોકે, બાદમાં એક્ટ્રેસ મુંબઈની નટરાજ ગોપી કૃષ્ણ કથક ડાન્સ એકેડમીમાંથી કથકમાં સ્નાતક થઇ હતી.
અદા શર્માના ફિલ્મી કરિયરની વાત કરીએ તો અદા શર્માએ ‘ધ કેરળ સ્ટૉરી’ પહેલા કેટલીય હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
હિન્દી ઉપરાંત અદા શર્મા બીજી કેટલીય તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. અભિનેત્રીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2008માં રિલીઝ થયેલી હૉરર ફિલ્મ 1920થી કરી હતી.
આ ઉપરાંત તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા સ્ટારર હસી તો ફસી માં સહાયક એક્ટ્રેસની ભૂમિકામાં પણ જોવા મળી હતી.