Suhana Khan થી લઇને Junaid Khan સુધી, આ સ્ટાર કિડ્સ પાસે બોલિવૂડ ડેબ્યૂ અગાઉ અનેક પ્રોજેક્ટ્સ

Star Kids Loaded With Multiple Projects: આગામી બે વર્ષમાં ઘણા સ્ટાર કિડ્સ બોલિવૂડમા એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ડેબ્યુ પહેલા તેમની પાસે ઘણા પ્રોજેક્ટ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
Star Kids Loaded With Multiple Projects: આગામી બે વર્ષમાં ઘણા સ્ટાર કિડ્સ બોલિવૂડમા એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ડેબ્યુ પહેલા તેમની પાસે ઘણા પ્રોજેક્ટ છે.
2/7
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. સુહાના ખાન ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. બીજી તરફ તેની પ્રથમ ફિલ્મની રિલીઝ પહેલા જ તેની પાસે બીજી ફિલ્મ આવી ગઇ છે. તે સુજોય ઘોષ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં તેના પિતા શાહરૂખ ખાનની સામે જોવા મળશે.
3/7
આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન પણ તેના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહ્યો છે. આ પહેલા પણ તેની પાસે અન્ય પ્રોજેક્ટ આવી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુનૈદ યશ રાજ ફિલ્મ્સના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ પર કામ કરી રહ્યો છે, જેમાં 1862માં મહારાજા બદનક્ષીનો કેસ દર્શાવવામાં આવશે. આ સિવાય આમિર ખાન પણ પોતાના પુત્ર માટે અલૌકિક પ્રેમ કહાની પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. સુનીલ પાંડે દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ જાપાનમાં થશે.
4/7
અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા ‘ધ આર્ચીઝ’ સાથે ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેનો પહેલો પ્રોજેક્ટ હજી સ્ટ્રીમ થયો નથી, તે પહેલા તેની પાસે બીજો પ્રોજેક્ટ આવ્યો છે. તાજેતરમાં શ્રીરામ રાઘવને તેની આગામી ફિલ્મ 'ઇક્કીસ'ની જાહેરાત કરી છે જેનું નિર્માણ દિનેશ વિજાન દ્વારા કરવામાં આવશે. સાથે જ આ ફિલ્મમાં અગસ્ત્ય નંદાને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે.
5/7
'સ્ટુડન્ટ ઑફ ધ યર 3' સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. જે Disney + Hotstar પર સ્ટ્રીમ થશે. આ સિવાય તે ફિલ્મ બેધડકમાં પણ કામ કરી રહી હતી, જોકે કમનસીબે આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો.
6/7
સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ ઇન્ડસ્ટ્રીમાં તેના ડેબ્યૂની તૈયારી કરી રહ્યો છે. તે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'સરજમીન'થી ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.
7/7
શ્રીદેવીની દીકરી ખુશી કપૂર મલ્ટીસ્ટારર ફિલ્મ 'ધ આર્ચીઝ'થી તેની OTT ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય તેની પાસે તમિલ ફિલ્મ 'લવ ટુડે'ની રિમેક પણ છે. આ તમિલ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ છે જેમાં ખુશી જુનૈદની સામે જોવા મળશે.
Sponsored Links by Taboola