અભિષેક-ઐશ્વર્યાથી લઈને શાહરૂખ-આમિર સુધી, અર્જુન તેંડુલકરના લગ્નમાં બોલિવૂડ અને ક્રિકેટર્સનો જમાવડો,જુઓ તસવીરો
Arjun Tendulkar Wedding Photo: અર્જુન તેંડુલકરના લગ્નનું ભવ્ય આયોજન મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. જ્યાં ફિલ્મ, ક્રિકેટ અને રાજકારણ જગતની ઘણી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી.

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન અત્યારે ચર્ચામાં છે. હાલમાં જ પરિવારે લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ અને ક્રિકેટ જગતના ઘણા મોટા નામોએ હાજર રહીને તેને ખાસ બનાવ્યું હતું. આ લગ્ન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાયા હતા.
1/8
હરભજન સિંહ સફેદ કુર્તા-પાયજામા, ફ્લોરલ નેહરુ જેકેટ અને પાઘડીમાં જોવા મળ્યો હતો, જ્યારે ગીતા બસરા હળવા લીલા રંગની ચમકદાર ગાઉન-સ્ટાઈલ સાડીમાં સુંદર લાગતી હતી.
2/8
સચિન તેંડુલકરની આખી ફેમિલી ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તમામે સાથે પોઝ આપ્યા હતા
3/8
ફક્ત ઉદ્યોગજગતના જ નહીં, ભાજપના નેતા અને મુંબઈ વિધાનસભાના સભ્ય આશિષ શેલાર પણ તેમની પત્ની પ્રતિમા શેલાર સાથે જોવા મળ્યા હતા. પ્રતિમા શેલારે સુંદર ગુલાબી સાડી પહેરી હતી જેમાં ચાંદીની ડિઝાઇન હતી, અને આશિષ શેલારે વાદળી રંગનું નેહરુ જેકેટ અને સફેદ શર્ટ સાથે પેન્ટ પહેર્યું હતું.
4/8
બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પણ આ લગ્નમાં હાજરી આવા પહોંચી હતી. સાડીમાં અભિનેત્રી સુંદર લાગતી હતી.
5/8
અમિતાભ બચ્ચન સૂટ અને કાશ્મીરી શૉલ સાથે જોવા મળ્યા હતા, જ્યારે જયા બચ્ચન ક્રીમ અને ગોલ્ડન કલરની સાડીમાં સજ્જ હતા.
6/8
અભિષેકે બ્લેક ક્લાસિક કુર્તો અને વ્હાઈટ પાયજામો પહેર્યો હતો. ઐશ્વર્યા રાય હળવા વાદળી રંગની એમ્બ્રોઈડરી વાળી સાડી અને મેચિંગ જ્વેલરીમાં સુંદર લાગતી હતી.
7/8
શાહરૂખ ખાન ફેમિલી સાથે પહોંચ્યો હતો. શાહરૂખ ઓફ-વ્હાઈટ આઉટફિટમાં જ્યારે ગૌરી અને સુહાના પીળા રંગના ડ્રેસમાં જોવા મળ્યા હતા.
8/8
અભિનેતા આમિર ખાન રેડ આઉટફિટમાં આ ફંક્શનમાં પહોંચ્યો હતો.
Published at : 05 Mar 2026 05:25 PM (IST)