Koffee With Karan 8: કરીનાથી લઇને રણવીર સિંહ સુધી, જ્યારે આ સ્ટાર્સે કરણના શોમાં જાહેર કર્યા પોતાના બેડરૂમ સિક્રેટ

બોલિવૂડ પ્રોડ્યુસર કરણ જોહરના લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણમાં સેલેબ્સ તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કરે છે. આ શોમાં ઘણા સ્ટાર્સે પોતાના બેડરૂમ સિક્રેટ પણ શેર કર્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Koffee With Karan Season 8: બોલિવૂડ પ્રોડ્યુસર કરણ જોહરના લોકપ્રિય ટોક શો 'કોફી વિથ કરણ'માં સેલેબ્સ તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કરે છે. આ શોમાં ઘણા સ્ટાર્સે પોતાના બેડરૂમ સિક્રેટ પણ શેર કર્યા છે.
2/8
'કોફી વિથ કરણ'માં રણવીર સિંહે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન તેણે પોતાની સુહાગરાતને લઇને પણ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે તેની સુહાગ રાત સમયે ‘વેરી ઓન’ હતો
3/8
કરીના કપૂરે પણ 'કોફી વિથ કરણ'માં પોતાના બેડરૂમનું સિક્રેટ્સ શેર કર્યા હતા. શોમાં તેની સાથે પ્રિયંકા ચોપરા પણ હાજર હતી. આ દરમિયાન બેડરૂમ મોમેન્ટ્સ પર ખુલાસો કરતા કરીનાએ કહ્યું હતું કે આજે સવારે મેં ખૂબ જ સુંદર સમય પસાર કર્યો', જે સાંભળીને પ્રિયંકાએ તેને ખૂબ જ ચીયર કર્યું હતું.
4/8
પ્રિયંકા ચોપરાએ શોમાં તેના બેડરૂમના સિક્રેટ્સ પણ જાહેર કર્યા છે. કરણે તેને પૂછ્યું હતું કે શું તેણે ક્યારેય બેડમાં રોલ પ્લે માટે પોતાને ડ્રેસ કરી છે. જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, "હું આવી મહેનત નથી કરતી. તેની કોઈ જરૂર નથી."
5/8
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર પણ 'કોફી વિથ કરણ'માં જોવા મળ્યા હતા. દરમિયાન કરણે ટ્વિંકલ ખન્નાને પૂછ્યું હતું કે, ત્રણેય ખાન પાસે શું નથી જે અક્ષય કુમાર પાસે છે? અભિનેત્રીએ મજાકમાં જવાબ આપ્યો હતો કે 'કેટલીક એકસ્ટ્રા ઇંચ'. આ સાંભળીને અક્ષય દંગ રહી ગયો હતો.
6/8
'કોફી વિથ કરણ'માં પોતાના બેડરૂમ સિક્રેટ જાહેર કરતા મીરા રાજપૂત અને શાહિદ કપૂરે કહ્યું હતું કે, 'ઘણી વખત તે કપડાં વગર સૂઈ જાય છે.' આ સાંભળીને કરણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, 'શું તમે કપડાં વગર સૂઈ જાવ છો?' જેના પર શાહિદે મજાકમાં કહ્યું હતું- તમે નથી ઉંઘતા?
7/8
કોફી વિથ કરણમાં અભિનેત્રી વિદ્યા બાલનને પૂછવામાં આવ્યું હતું કે, શું તે એક્ટ બાદ ચોકલેટ, ગ્રીન ટી કે વધુ એક રાઉન્ડ લેવાનું પસંદ કરે છે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, 'પાણી, કારણ કે તરસ છીપાવતા છીપાવતા તરસ લાગે છે.'
8/8
કોફી વિથ કરણમાં ફરાહ ખાને કરણ જોહરે તેના બેડરૂમ સિક્રેટ વિશે સવાલ કર્યો હતો. ફરાહે કરણને તેની સેક્સ લાઈફ અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં ફિલ્મ મેકરે કહ્યું હતું – નોન એક્સીસટેન્ટ, નોટ એપ્લીકેબલ અને સંપૂર્ણપણે બિનજરૂરી છે.
Sponsored Links by Taboola