Bollywood: ફિલ્મના શૂટિંગ દરમિયાન આ કારણે કેટરીનાએ અક્ષય કુમારને મારી દીધી હતી થપ્પડ
કેટરીના કૈફે બોલિવૂડમાં ફિલ્મ માટે પોતાની જાતમાં અનેક રીતે ચેન્જીસ લાવ્યાં છે. પોતાની જાતને સુધારી છે. આજે જેટલા તેની સ્ટાઈલથી ચાહકો આકર્ષિત છે તેટલા તેની એક્ટિંગ સ્કિલની પણ પ્રશંસા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરીના કૈફે તેની કારકિર્દીમાં અત્યાર સુધી અક્ષય કુમાર સાથે સૌથી વધુ ફિલ્મો કરી છે. આ જોડીની વાત કરીએ તો બંનેએ માત્ર હિટ ફિલ્મો જ નથી આપી પરંતુ દર્શકોને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ ઘણી પસંદ છે. પરંતુ શું તમે જાણો છો કે એકવાર કેટરીનાએ સુપરસ્ટાર અક્ષય કુમારને થપ્પડ મારી દીધી હતી.
ફિલ્મ 'સૂર્યવંશી'માં અક્ષય અને કેટરિનાની જોડીએ દર્શકોને ખૂબ જ આકર્ષિત કર્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન કેટરિનાએ આ ફિલ્મ દરમિયાન બનેલી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. કેટરીનાએ શૂટ દરમિયાન અક્ષયને એક થપ્પડ મારવી પડી હતી. કેટરિનાએ આ અંગે પોતાનો અનુભવ શેર કર્યો હતો.
રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં એક સીન શૂટ કરવાની ઘટનાને યાદ કરતાં કેટરિનાએ કહ્યું, રોહિત શેટ્ટી સાથે કામ કરવું રોમાંચક છે અને જો અક્ષય ફિલ્મમાં હોય તો તે વધુ મજેદાર બની જાય છે
કેટરીનાએ કહ્યું કે, “મને હજુ પણ યાદ છે જ્યારે હું અક્ષયને થપ્પડ મારવાના દ્રશ્યમાં અચકાતી હતી. કારણ કે તે ખૂબ જ રિયલ લાગતું હતું. એ સમયે મને અક્ષય સાથેની પહેલી ફિલ્મ 'વેલકમ'નું શૂટિંગ યાદ આવ્યું. જો કે, કોઈક રીતે મેં સીન પૂરો કર્યો.
અક્ષય અને કેટરિનાની જોડી અભિનીત ફિલ્મ 'સૂર્યવંશી'એ લગભગ 200 કરોડની કમાણી કરી હતી. આ સિવાય ખિલાડી કુમાર અને કેટરીનાની જોડીએ વેલકમ, સિંઘ ઈઝ કિંગ અને નમસ્તે લંડન જેવી હિટ ફિલ્મો પણ આપી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે. જ્યારે અક્ષય કુમાર OMG 2માં જોવા મળશે.