Urfi Javed: ઉર્ફી જાવેદના લેટેસ્ટ ફોટોશૂટે ફેન્સને ચોંકાવ્યા, જુઓ શાનદાર તસવીરો
અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ ઉર્ફી જાવેદે Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ અને સ્ટાઇલને લઈ ખૂબ જ લોકપ્રિય છે. ઉર્ફીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફીની એક અલગ સ્ટાઈલ જોઈ શકાય છે.
ઉર્ફી દ્વારા નિયોન પિંક બ્રા સાથે બ્રાઉન પેન્ટ કેરી કરવામાં આવી છે. ઉર્ફીના આ નવા ફોટોશૂટમાં પેન્ટના બટન ખૂલ્લા રાખ્યા હતા. આવી સ્થિતિમાં અભિનેત્રી પણ ટ્રોલના નિશાના પર આવી ગઈ છે.
આ સમગ્ર આઉટફિટ સાથે ઉર્ફીએ પિંક હૂપ્સ, બ્રાઉન લિપસ્ટિક અને ન્યૂડ મેકઅપ કર્યો છે. વાળને અડધા પોનીટેલ અને અડધા ખુલ્લા દેખાવમાં રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફી જાવેદને આવો ડ્રેસ પહેરીને જોવા મળી હોય, પરંતુ ઘણીવાર ઉર્ફી જાવેદ તેના ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. તમામ તસવીરો ઉર્ફી જાવેદના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.