Year Ender 2022: OTT પર આ સ્ટાર્સે મચાવી ધમાલ, દર્શકો માટે વર્ષ 2022 બનાવી દીધું યાદગાર

ઓટીટી પર કમાણી કરનાર અભિનેતા-અભિનેત્રીઓની યાદી ઘણી લાંબી છે, પરંતુ કેટલાક એવા પણ છે જેમનો અભિનય આ વર્ષે ભારે લાઈમલાઈટમાં રહ્યો હતો.

Madhuri Dixit

1/7
વર્ષ 2022ને વિદાય લેવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ દરમિયાનની બોક્સ ઓફિસની સ્થિતિ પર નજર કરવામાં આવે તો આ વર્ષે ઘણી શાનદાર ફિલ્મો અને તેમના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાએ પણ ભારે ચર્ચા જગાવી હતી. આ દરમિયાન કેટલાક સ્ટાર્સનું યાદગાર પ્રદર્શન પણ જોવા મળ્યું હતું, જેમણે આ વર્ષે OTT પ્લેટફોર્મ પર પ્રભુત્વ જમાવ્યું હતું.
2/7
બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં બોબી દેઓલનું નામ સામેલ છે. બોબીએ વેબ સિરીઝ 'આશ્રમ' દ્વારા શાનદાર કમબેક કર્યું હતું. તેની બીજી સિઝન પણ રિલીઝ થઈ ગઈ છે. બંનેમાં બોબીની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
3/7
અજય દેવગનની 'રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ' બ્રિટિશ ટીવી શો 'લુથર' પર આધારિત છે. આ શ્રેણીએ શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખ્યા. સાથે જ અજયના અભિનયને પણ લોકોએ પસંદ કર્યો હતો.
4/7
'બ્રેથ: ઇનટુ ધ શેડોઝ સીઝન 2' એક આકર્ષક, સસ્પેન્સફુલ ડ્રામા છે જેમાં સંપૂર્ણ થ્રિલરના તમામ બાબતો છે. તેમાં અભિષેક બચ્ચને ડબલ રોલ કર્યો છે.
5/7
માધુરી દીક્ષિતની 'ધ ફેમ ગેમ' એક ફિલ્મ સેલિબ્રિટીની સ્ટોરી પર આધારીત છે. આ શ્રેણીમાં માધુરી દીક્ષિતની એક્ટિંગને લોકોએ ખૂબ વખાણી હતી.
6/7
વર્ષોથી અર્જુન રામપાલ સિલ્વર સ્ક્રીન પર ઘણા પાત્રો ભજવતો જોવા મળ્યો છે, પરંતુ તેણે આ વર્ષે 'લંડન ફાઇલ્સ' નામની ઇન્વેસ્ટિગેટિવ થ્રિલર વેબ સિરીઝ દ્વારા જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું.
7/7
કાર્તિક આર્યનની 'ફ્રેડી' OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. જેમાં તેણે ડો. ફ્રેડી જીનવાલા બનીને દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
Sponsored Links by Taboola