Cannes 2025: એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે સેંથામાં સિંદૂર ભરી કાન્સમાં આપ્યા શાનદાર પોઝ

Cannes 2025: ઐશ્વર્યા રાય ફરી એકવાર કાન્સ 2025માં ચર્ચામાં આવી હતી. અભિનેત્રી ફેશન ઇવેન્ટમાં શાહી અંદાજમાં પહોંચી હતી. તેના ફોટા જોઈને ચાહકો દિલ ગુમાવી રહ્યા છે.

ઐશ્વર્યા રાય

1/7
Cannes 2025: ઐશ્વર્યા રાયે ફરી એકવાર કાન્સ 2025માં ચર્ચામાં આવી હતી. અભિનેત્રી ફેશન ઇવેન્ટમાં શાહી અંદાજમાં પહોંચી હતી. તેના ફોટા જોઈને ચાહકો દિલ ગુમાવી રહ્યા છે. અત્યાર સુધી ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ કાન્સમાં પોતાના લુકથી ચર્ચામાં આવી છે, પરંતુ બધા ઐશ્વર્યા રાયના કાન્સના લુકની રાહ જોઈ રહ્યા હતા. આખરે, બુધવારે, અભિનેત્રી શાહી અંદાજમાં સાડી પહેરીને કાન્સમાં પહોંચી હતી. અભિનેત્રીના સેંથામાં સિંદૂરે બધાનું ધ્યાન ખેંચ્યું. આ સાથે ઐશ્વર્યાએ પતિ અભિષેક સાથેના લગ્નજીવનમાં તિરાડના સમાચારોનો અંત લાવી દીધો છે.
2/7
ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ 2025માં પોતાના પહેલા લુકથી છાપ છોડી દીધી છે. અભિનેત્રીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ કસ્ટમ આઇવરી વ્હાઇટ સાડી પહેરીને રેડ કાર્પેટ પર પોઝ આપ્યો હતો.
3/7
ઐશ્વર્યા રાય હેન્ડલૂમ બનારસી સાડીમાં મહારાણી જેવી દેખાતી હતી. તેની સાડીમાં હાથથી વણાયેલા બ્રોકેડ મોટિફ્સ અને રિયલ સિલ્વરથી હાથથી ભરતકામ કરવામાં આવ્યું હતું આ વ્હાઇટ સાડી સાથે ઐશ્વર્યાએ એક મેચિંગ ટીશ્યૂ દુપટ્ટો પણ એડ કર્યો હતો જેને હેંગ કરવામાં આવ્યો હતો
4/7
આ દરમિયાન ઐશ્વર્યાએ અનેક ઘરેણાં પહેર્યા હતા. તેણીએ વ્હાઇટ સાડી સાથે લાલ રંગનો ચોકર પહેર્યો હતો. તેણીએ રૂબી નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ પણ પહેર્યા હતા. તેના બાથમાં એક કોમ્પ્લિમેન્ટરી રિંગ પણ જોવા મળી હતી. ઐશ્વર્યા રાય માથાથી પગ સુધી એકદમ સુંદર દેખાતી હતી અને એક અપ્સરા જેવી દેખાતી હતી.
5/7
દરમિયાન ઐશ્વર્યા રાયના સેંથામાં સિંદૂર લગાવવાથી સૌથી વધુ ધ્યાન ખેંચાયું. અભિનેત્રીએ સિંદૂર લગાવીને, તેમના અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાનો દાવો કરનારાઓને પણ યોગ્ય જવાબ આપ્યો હતો. નોંધનીય છે કે ઘણા સમયથી એશ અને અભિષેકના લગ્ન જીવનમાં અણબનાવની અફવાઓ ચાલી રહી હતી.
6/7
નેટીઝન્સ હવે કહી રહ્યા છે કે એક્ટ્રેસે કાન્સમાં પોતાના સેંથામાં સિંદૂર ફ્લોન્ટ કરીને જણાવી દીધું છે કે અભિષેક બચ્ચન સાથે તેનું લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Sponsored Links by Taboola