Cannes 2022: વન ઓફ શોલ્ડર ગાઉનમાં Deepika Padukoneને જોઇ રણવીર થયો ફિદા
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવ 2022માં તમામ લૂકમાં છવાયેલી રહી હતી. એક્ટ્રેસ કાન્સમાં રેડ કાર્પેટ પર પોતાના સિઝલિંગ લૂકથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી રહી છે. હવે કાન્સમાંથી દીપિકાના નવા લુકની તસવીરો વાયરલ થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિક્વન્સ સાડી અને ચમકદાર ગાઉન પછી દીપિકા પાદુકોણે હવે નારંગી વન ઑફ શોલ્ડર બોડી હગિંગ ગાઉન પહેરીને કાન્સના રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. દીપિકાના આ સુપર સ્ટનિંગ ગાઉનમાં ફ્રિલ સ્ટાઈલમાં પણ લાંબી ટ્રેઈલ છે, જે તેના ગાઉનમાં ગ્લેમર ઉમેરી રહી છે.
દીપિકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવા લૂકમાં તેની અદભૂત તસવીરો પણ શેર કરી છે. દીપિકા ઓરેન્જ સ્ટનિંગ ગાઉનમાં સુપર ગોર્જિયસ લાગી રહી છે.
દીપિકાના ફોટાને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. રણવીર સિંહે પણ આ લૂક પર કોમેન્ટ કરી છે. રણવીરે દીપિકાના ફોટા પર પ્રેમ વરસાવ્યો અને લખ્યું- This is everything !.
તમામ તસવીરો દીપિકાના ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.