લગ્ન પછી પ્રથમ વેલેન્ટાઇન-ડે મનાવશે આ સેલેબ્સ
14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન-ડેના દિવસે વિશ્વભરના યુગલો પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સેલેબ્સ છે જેઓ આ વર્ષે લગ્ન પછી પોતાનો પહેલો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફથી લઈને ટીવીની ખૂબસૂરત એક્ટ્રેસ મૌની રોય સહિત અનેક એક્ટ્રેસ આ વર્ષે લગ્ન પછી તેમનો પ્રથમ વેલેન્ટાઈન ડે ઉજવવા માટે તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડની અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ પ્રેમી યુગલ પ્રથમવાર તેમનો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે.
રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન નવેમ્બર 2021માં થયા હતા. જો કે બંને લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી એકબીજા સાથે રિલેશનમાં હતા. લગ્ન પછી આ વર્ષે રાજકુમાર રાવ અને પત્રલેખા તેમનો પહેલો વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે.
મૌની રોય અને સૂરજ નામ્બિયારે જાન્યુઆરી 2022માં ગોવામાં ડ્રીમ વેડિંગ કર્યું હતું. બંનેના લગ્નની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. કપલનો પહેલો વેલેન્ટાઈન ડે આવી ગયો છે. આ વેલેન્ટાઈન ડે મૌની અને સૂરજ માટે ખૂબ જ ખાસ અને રોમેન્ટિક રહેવાનો છે.
ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કરિશ્મા તન્ના પતિ સાથે 14 ફેબ્રુઆરીએ તેનો પહેલો વેલેન્ટાઈન ડે ઉજવશે.
અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બર 2021ના રોજ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની વિધિ ઘણા દિવસો સુધી ચાલી હતી. રોમેન્ટિક કપલ અંકિતા અને વિકી લગ્ન પછી તેમનો પ્રથમ વેલેન્ટાઈન ડેને ઉજવવા તૈયાર છે.