લગ્નના 4 મહિના બાદ જુડવા બાળકોની માતા બની Nayanthara, Vigneshએ તસવીરો શેર કરી

લગ્નના 4 મહિના બાદ જુડવા બાળકોની માતા બની Nayanthara, Vigneshએ તસવીરો શેર કરી

Nayanthara And Vignesh Shivan

1/8
Nayanthara And Vignesh Shivan Became Parents: સાઉથની જાણીતી અભિનેત્રી નયનથારા અને નિર્દેશક વિગ્નેશ શિવન આ વર્ષે જૂન મહિનામાં લગ્નના બંધનમાં બંધાયા હતા.
2/8
લગ્નના 4 મહિના બાદ આ કપલ જોડિયા બાળકોના પેરેન્ટ્સ બની ગયું છે, જેની જાણકારી વિગ્નેશ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.
3/8
બંનેએ ચેન્નાઈમાં ખૂબ જ શાનદાર રીતે લગ્ન કર્યા, ત્યારબાદ બંને સતત ચર્ચામાં રહે છે. તે જ સમયે, બંનેના જીવનમાં એક મોટી ખુશી આવી છે.
4/8
વિગ્નેશે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બંને પોતાના બાળકોના પગને કિસ કરતા જોવા મળી રહ્યા છે.
5/8
આ તસવીરો શેર કરતાં વિગ્નેશે કેપ્શનમાં લખ્યું, “નયન અને હું અમ્મા અને અપ્પા બની ગયા છીએ.
6/8
વિગ્નેશે આગળ લખ્યું, “અમારી પ્રાર્થના અને અમારા પૂર્વજોના આશીર્વાદ બંનેને લઈને અમને બે જોડિયા બાળકો થયા છે. તમારા બધાની દુઓઓની જરૂર છે"
7/8
આ પોસ્ટમાં વિગ્નેશે તેના બંને દિકરનાના નામ પણ જાહેર કર્યા છે. તેણે પોતાના પુત્રનું નામ 'ઉઈર' (Uyir) અને 'ઉલગામ' (Ulgam)રાખ્યું.
8/8
જો કે આ પોસ્ટ સામે આવ્યા બાદ નયનતારા અને વિગ્નેશ શિવન ચર્ચામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
Sponsored Links by Taboola